કપાસના ભાવમાં કડાકો: ટેકાના ભાવ ન મળતા ખેડૂતોએ વેચાણમાં બ્રેક મારી અમરેલી: અમરેલી જિલ્લામાં ચોમાસામાં લેવાતો મુખ્યપાક કપાસ છે. 60 ટકા થી વધુ વાવેતર કરી કપાસનો પાક લેતો જિલ્લો અમરેલી છે. આ સાલ પણ હાલ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ પાકનું ઉત્પાદન સારા પ્રમાણમાં મળે છે. કપાસ નીચા ભાવે (Cotton MSP Price down) વેચાણ કરવું ખેડૂતોને પોસાય તેમ નથી ત્યારે ખેડૂતોએ વેચવાના (Saurashtra Amreli farmers) બદલે સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. હાલ વાવેતરમાં કપાસનું ઉત્પાદન (Saurashtra Cotton MSP Price)કરવામાં આવેલું છે. જેનો ભાવ 2000 થી 2500 રૂપિયા મળે તેવી આશા હતી. જેમાં ખાતર, માલ હેરફેરમાં ખર્ચા પણ વધારી થયો છે. ચુંટણી બાદ ખેડૂતોને સારી આવક થશે. પણ ચુંટણી બાદ તો દિવસે દિવસે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:અમરેલીમાં મોતિયાના ઑપરેશન બાદ આડઅસર,આંકડો છુપાવવા ધમપછાડા
ખેતિકામ પડતું મૂક્યું: આવી સ્થિતિમાં ત્યારે આ બધુ કરતા વધારો જતાં ખર્ચ ના કારણે ખેડુતો ભાગતા ફરે છે. ખેતી કામ પડતું મૂકી શહેર તરફ ફરી રહ્યા છે 1700 રૂપિયા ભાવ આવતા 700 રૂપિયાની દરેક મણે ભાવ ફેરની નુકસાની આવે છે. આમ ભાજપ સરકારને ભરોસાની ભાજપ સરકાર ગણી પેટ ભરીને મત અપાયા પણ એ ભરોસામાં ખેડૂતો જાણે ભરાઈ ગયા હોય એવો અહેસાસ એમને થઈ રહ્યો છે. ખેડૂતોને જોઈતા પ્રમાણમાં ભાવ પણ મળી રહ્યા નથી. આ વેદના સાથે તેમણે સરકારને આ મામલે ધ્યાન આપવા માટેની અપીલ કરી છે.
આ પણ વાંચો:અમરેલી શહેરના લાઠી રોડ પર જોવા મળી રાષ્ટ્રભાવના અને લોકશાહી ભાવના
શું કહે છે ખેડૂતો:ખેડૂતોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે, સરકાર ચુંટણી પહેલા આપવામાં આવેલા વાયદાઓ પ્રમાણે ખરી ઉતરી નથી. હાલ આવતા ભાવોમાં પણ બિયારણ ભાવ વધુ છે. મજૂરીના ખર્ચા પણ નીકળતા નથી. ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પૂરા કરે. તેના પર ધ્યાન આપે. હાલ કપાસના ભાવ 1700 રૂપિયા જેટલો મળ્યો છે. પોષણક્ષમ ભાવ ન મળતા આવી પરિસ્થિતિમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોને મુંજવણમાં મુકાયા છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં હાલ કપાસમાં સારી એવી આવક થઈ રહી છે. નવેમ્બર માસમાં કુલ કાપસની આવક 1 લાખ 75 હજાર જેવી આવક થઈ છે. જેનો સરેરાશ ભાવ 1980 રહેલો હતો.
આ પણ વાંચો:બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થતાં 3 લોકોના મૃત્યુ, 5 ઈજાગ્રસ્ત
70 હજાર મણની આવક: જયારે ચાલું માસની અંદર પંદર દિવસમાં 70 હજાર મણની આવક થઈ છે. જેનો સરેરાશ ભાવ 1780 જેવો ભાવ રહેલો છે. આમ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે તેવું એ.પી.એમ.સી.સેક્રેટરી દ્વારા જણાવેલું છે. પણ હકીકત ખેડૂત પાસેથી જુદી જાણવા મળી છે. જોકે, સૌરાષ્ટ્રના મુખ્ય પાક તરીકે કપાસને ગણવામાં આવે છે. દર વર્ષે કપાસના પાકને લઈને કિસાનોને ઉદાસી સહન કરવાનો વારો આવે છે. ખેડૂતોનું કહેવું છે કે, જે વાયદાઓ ખેડૂતોને નેતાઓએ આપેલા છે એને પહેલા પૂરા કરે અને કપાસના યોગ્ય ભાવ આપે.