અમરેલી: જિલ્લામાં ASP સુશીલ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હૈદરાબાદમાં તાલીમ માટે જવાનેે કારણે કોરોનાનો ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સુરત ખાતે બંદોબસ્ત દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો.
અમરેલીના ASP સુશીલ અગ્રવાલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
અમરેલીના ASP સુશીલ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હૈદરાબાદમાં તાલીમ માટે જવાનેે કારણે કોરોનાનો ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સુરત ખાતે બંદોબસ્ત દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો.
અમરેલીના તાલિમી IPS 2018 બેન્ચના સુશીલ અગ્રવાલને હૈદરાબાદની નેશનલ પોલીસ એકેડમીમાં (NPA) તાલીમ માટે જવાનું હતું, તે માટે તેમણે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત હતો. જેથી તમણે ગુરુવારે ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો છે.
રાજ્યમાં ઘણા બધા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ અંગે ભાવનગર રેન્જના આઇજી અશોક યાદવે જણાવ્યું હતું કે “IPS સુશીલ અગ્રવાલ 20 મેના રોજ અમરેલીથી ગાંધીનગર અને ત્યારબાદ સુરત બંદોબસ્તમાં ગયા હતા. ત્યા જતા તેમનો કોરોના પોઝિટિવ આવ્યો છે.