ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં કોંગ્રેસના સદસ્યોએ અબીલ ગુલાલ અને મંત્રોચ્ચારથી દર્શાવ્યો વિરોધ - AMR

અમરેલીઃ ગુજરાતના પ્રથમ મુખ્યુપ્રધાન ડૉ.જીવરાજ મેહતાના અમરેલીમાં ભૂગર્ભ ગટરને કારણે રોડ રસ્તાઓની દશા બેહાલ બની છે. હાલ અમરેલીમાં ભાજપ શાસિત પાલિકા હોવાથી કોંગ્રેસના પાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ તંત્ર સામે વિરોધ કરીને ભૂગર્ભ ગટરના ખાડાઓમાં ફૂલ અબીલ ગુલાલ સાથે સરકાર વિરુદ્ધ મંત્રોચ્ચાર કરી નવતર કિમિયો અજમાવ્યો હતો.

ખાડાઓમાં અબીલ ગુલાલ

By

Published : May 16, 2019, 5:15 AM IST

અમરેલીમાં છેલ્લા 4 વર્ષથી ચાલતી ભુગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ ભૂગર્ભ ગટરને કારણે તૂટેલા રોડ-રસ્તાઓ માટે 10 કરોડની ગ્રાન્ટ પણ આવી ગઈ છે, પરંતુ તંત્ર દ્વારા રોડ રસ્તાઓ બનવવાને બદલે થિંગડા મારવામાં આવ્યા છે. મોટેભાગે તો ભૂગર્ભ ગટર બન્યા બાદ તૂટેલા રોડ રસ્તાઓની હાલત જેની તે જ રહી છે. જે કારણે કોંગ્રેસના પાલિકાના સદસ્યોએ તૂટેલા રોડ રસ્તાઓ પર ફૂલ, અબીલ ગુલાલ ઉડાડીને મંત્રોચ્ચારના ઝાપ સાથે ભાજપ શાસિત પાલિકાને ભગવાન સદબુદ્ધિ આપે તેવા સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના સદસ્યોએ ખાડાઓમાં અબીલ ગુલાલ અને મંત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ

સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ 'હાય રે ભાજપ હાય હાય' ના નારાઓ લગાવી અમરેલી પાલિકાના ચીફ ઓફિસરને પ્રજાને પડતી યાતનાઓ મુદ્દે આવેદનપત્ર આપીને કોંગી સદસ્યોએ ચીફ ઓફિસરને ખખડાવી નાખ્યા હતા. વધુમાં મુખ્યમાર્ગો મરામત કરવાને બદલે થિંગડા મારીને ભષ્ટાચાર કરવાનો આરોપ પાલિકા પર વિપક્ષે લગાવ્યો હતો. ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા ફળવાયેલી 10 કરોડની ગ્રાન્ટ માર્ગ એન્ડ મકાન વિભાગને ફાળવી હોવાનું કહીને પાલિકા તંત્રની પોલ પર પડદો પાડી રહ્યાનું ફલિત થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details