અમરેલીમાં લાંબા સમયથી લોકો રસ્તા મુદ્દે ત્રસ્ત છે, ત્યારે અમરેલીમાં પડેલા ખાડાઓના ચોક્કસ માપ લઇ કોંગી નેતાઓ ઢોલ વગાડી સુત્રોચ્ચાર કરી મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા. તેમજ મનપાને રજુઆત કરતા ત્યાં કોઇ ઓફિસર હાજર ન હોવાથી ત્યાંના ઈન્ચાર્જને રસ્તા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. હાલ વરસાદના કારણે રસ્તા બનાવવા મુશ્કેલ છે. તેમજ નવા કામો માટે ટૂંક સમયમા કામગીરી શરૂ કરવામાં આવશે. તેવી બાહેંધરી આપી હતી.
અમરેલીમાં રસ્તા મુદ્દે કોંગી કાર્યકરોએ કર્યો અનોખો વિરોધ - અમરેલી મનપા
અમરેલી: શહેરમાં તંત્રને ઉંધતા જગાડવા માટે રોડ રસ્તા મુદ્દે શહેરના મુખ્ય માર્ગો પર કોંગી નેતાઓએ અનોખો વિરોધ કરી નગર પાલિકાને રજુઆત કરી હતી.

etv bharat amreli
અમરેલીમાં રસ્તા મુદ્દે કોંગી કાર્યકરોએ કર્યો અનોખો વિરોધ
તેમ છતાં હજુ પણ રસ્તાનું યોગ્ય નિરાકરણ સમયસર કરવામાં નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગ અપનાવી આંદોલન કરવામાં આવશે તેવુ કોંગી કાર્યકરોએ જણાવ્યું હતું.