ગુજરાત

gujarat

ETV Bharat / state

ફિલ્મ ડિરેક્ટર અવિનાશ દાસના એક દિવસના રિમાન્ડ મંજુર... - સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેન્ડલર

ફિલ્મ ડિરેકટર અવિનાશ દાસ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં(Controversial Social media Post) શેર (Avinash Das Social Media Controversy) કરી હતી, જે બદલ તેમના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ મેટ્રો કોટે અવિનાશ દાસના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ફિલ્મ ડિરેક્ટર અવિનાશ દાસના એક દિવસના રિમાન્ડ મંજુર...
ફિલ્મ ડિરેક્ટર અવિનાશ દાસના એક દિવસના રિમાન્ડ મંજુર...

By

Published : Jul 20, 2022, 10:33 PM IST

અમદાવાદ: સોશિયલ મીડિયામાં ભારતના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન(Insulting the National Flag of India ) કરવા બાબત અને કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહનો વિવાદાસ્પદ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવા બાબતને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ(Ahmedabad Crime Branch) દ્વારા તેમની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. જેને લઇને આજે મેટ્રો કોર્ટમાં ફિલ્મ ડિરેક્ટર અવિનાશ દાસને રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:વેબ સિરીઝના આ ડાયરેકટર પોસ્ટ કરીને ફસાયા, જો કે અમિત શાહની પોસ્ટ માટે જ કરવાનો હતો ગૂનો

શું છે સમગ્ર મામલો:કોઈ પણ વિવાદાસ્પદ અથવા કોઈની પણ લાગણી દુભાઈ તેવી પોસ્ટ કરવા બદલ જેલના સળિયા પણ ગણવા પડી શકે છે. તેવામાં ફિલ્મ ડિરેકટર અવિનાશ દાસ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર (Avinash Das Social Media Controversy) કરી હતી, જે બદલ તેમના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી અવિનાશ દાસના મુંબઈ હાઇકોર્ટે પણ જામીન અરજી આપી ન હતી. જેમાં રાહત મળી ન હતી ત્યારબાદ તેમણે સેશન્સ કોર્ટમાં પણ આગોતરા જામીન માટે અવિનાશ દાસે ટ્વિટ્ટર, ફેસબુક સહિત સોશિયલ મીડિયા ઉપર વિવાદિત પોસ્ટ કરી છે. આરોપી અવિનાશદાસે મુંબઈ હાઇકોર્ટે પણ તેમની જામીન અરજી આપી હતી. તેમાં રાહત આપી ન હતી. ત્યારબાદ તેમણે અમદાવાદ જામીન માટે અરજી કરી હતી. જેને પણ ના મંજૂર કરવામાં આવી છે.

વિવાદિત પોસ્ટોને લઈને સમગ્ર દેશમાં વાતાવરણ ડોહળાયેલું જોવા મળી રહ્યું છે -સરકારી વકીલ દ્વારા એવી પણ દલીલ કરવામાં આવી હતી કેમ હાલ અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી વિવાદિત પોસ્ટોને લઈને સમગ્ર દેશમાં વાતાવરણ ડોહળાયેલું જોવા મળી રહ્યું છે અવિનાશના સોશિયલ મીડિયાના એકાઉન્ટ કોણ હેન્ડલ(Social media account handler) કરી રહ્યું છે અને તેમની લીંક કોના કોના સુધી જોડાયેલી છે તેમજ આ સોશિયલ મીડિયા મૂળ કોની સાથે છે તે સુધી પહોંચવા માટે થઈને સાત દિવસના રિમાન્ડ સીબીઆઇ દ્વારા માંગવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:નુપુર શર્માનો વીડિયો જોઈ રહેલા યુવક પર છરીથી હુમલો, પરિવારનો પોલીસ પર ગંભીર આરોપ

એક દિવસના રિમાન્ડ મંજૂ -જ્યારે આ સમગ્ર મામલે બચાવ પક્ષના વકીલની દલીલ કરવામાં આવી હતી કેમ આ બધી પોસ્ટ વર્ષ બે ઝાડ અને 2017 ની છે અવિનાશ દાસે આ ફોટો પોતાની જાતે બનાવ્યો નથી કેપોસ્ટ કર્યો નથી પરંતુ આ ફોટા ને શેર કરવામાં આવ્યો છે, આ ઉપરાંત બધી જ જગ્યાએ પૂછપરછમાં સંપૂર્ણપણે સાત અને સહકાર આપ્યો છે માટે ડિમાન્ડની જે અરજી છે તેને મંજૂર કરવામાં ન આવે. જોકે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ મેટ્રો કોટે અવિનાશ દાસના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને રિમાન્ડ પૂર્ણ થતા કાલે ફરીથી અવિનાશ દાસને મેટ્રો કોર્ટમાં હાજર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details