લાઠીના દુધાળા ગામ જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા દ્વારા બનાવવામાં આવેલ નારાયણ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલ દ્વારા નારાયણ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નારાયણ સરોવર અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં છલોછલ ભરાઈ ગયો હતો. લોકાર્પણ બાદ મુખ્યપ્રધઆન વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલ નારાયણ સરોવરમાં વોટર સ્પોર્ટસ બોટ ચલાવી મજા માણી હતી.
લાઠીના દુધાળા નારાયણ સરોવરનું લોકાર્પણ કરી રાઇડની મજા માણતા મુખ્ય પ્રધાન - અમરેલી
અમરેલી: લાઠીના દુધાળા ગામે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે નારાયણ સરોવર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી હકુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
etv bharat amrelli
આ તકે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં લાઠી તેમજ આસપાસના ગામમાં પાણીની તંગી જોવા મળશે નહી. નારાયણ સરોવર પાણીથી ભરાતા આસપાસના ખેડૂતોને પણ ફાયદો થશે. સરકાર દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવેલ જળસંચયમાં તળાવ ઊંડા કરવા જેથી પાણીની સંગ્રહ કરવાની ક્ષમતા વધશે અને ગુજરાતના યુનિક કામ થયા છે. તેમાનું એક કામ સવજીભાઈ ધોળકીયાના પરિવારે કર્યુ છે. આજુબાજુના 20 જેટલા ગામોને આનાથી ફાયદો થશે.