અમરેલી: હાલ વિશ્વના મોટાભાગના દેશોમાં ભયાનક રીતે પ્રસરેલા કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી તરીકે જાહેર કર્યો છે. આ રોગના અટકાયતી પગલાના ભાગરૂપે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ધુમ્રપાન રહીત તમાકુનું સેવન ન કરવા અને જાહેરમાં ન થૂંકવા અંગે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા નોવેલ કોરોના વાઇરસના રોગચાળાને અટકાવવા એપેડેમીક ડીસીઝ એકટ - 1897માં સમાવિષ્ટ કરી 13 માર્ચ 2019 થી નોટિફાઈ કરવામાં આવ્યો છે.
આ નોટિફિકેશન અન્વયે જાહેરમાં મુકવા પર પ્રતિબંધ હોય છે, તમામ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂંકનાર સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં અત્યાસુધીમાં કુલ 543 કેસ નોંધવામાં આવ્યો છે, જેનો 1,19,700 રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જાહેરમા થુંકવું નહીં તથા છીંંક કે ઉધરસ ખાતી વખતે મોં આડે રૂમાલ રાખવો તેમજ હાથ મિલાવવો નહીં. જો કોઈ જાહેરમાં થૂંકતા પકડાશે તો તેને રૂપિયા 500નો દંડ થશે.