અમરેલી/અમદાવાદઃસૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાંથી આંખના મોતિયાના ઑપરેશન બાદ દર્દીઓને આડઅસર થતા બેદરકારીની ઉઘાડી પડી ગઈ છે. અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં ગત (Amreli Shanta ba hospital) નવેમ્બર મહિનામાં 25 જેટલા વૃદ્ધોએ મોતિયાનું ઑપરેશન(cataract operation failed in Amreli) કરાવ્યું હતું. પણ હવે એકપછી એક દર્દીઓને એકાએક આંખમાં બળતરા વધી જતા ઝાંખું દેખાવા (cataract operation side effect) લાગ્યું છે. જેના કારણે હોસ્પિટલની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. પ્રાથમિક નિદાન બાદ તબીબોએ આ તમામ દર્દીઓને વધારે સારવાર માટે અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં રીફર કરી દીધા છે. જોકે, આ પહેલા અમદાવાદની શારદા હોસ્પિટલમાંથી (Sharda Hospital In Ahmedabad) પણ આવો જ કાંડ સામે (cataract operation failed in Ahmedabad) આવ્યો હતો. જેમાં વૃદ્ધોને નેત્ર ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચોઃઅમરેલી લીલીયાના બૃહદગીર વિસ્તારનો 5 સિંહણનો વીડિયો આવ્યો સામે
આરોગ્ય અધિકારીનું નિવેદનઃઅમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સિંઘે જણાવ્યું હતું કે, અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં ગત નવેમ્બર મહિના દરમિયાન 18 લોકોના મોતિયાના ઑપરેશન કરાયા હતા. જેમાંથી છથી સાત વ્યક્તિઓને આડ અસરથી આંખમાં બળતરા થયાના કેસ સામે આવ્યા છે. અન્ય દર્દીઓની યાદી સિવિલ હોસ્પિટલ તરફથી તૈયાર કરવામાં આવી રહી છે. જોકે, હવે આ છબરડો સામે આવ્યા બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ તરફથી દર્દીઓના નામ અને આંકડા છુપાવવાની રમત ચાલું થઈ ગઈ છે. હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ પાસે પણ દર્દીઓનો સચોટ આંકડો કે નામ ન હતા. હવે સ્વજનો એવી માંગ કરી રહ્યા છે કે, જવાબદાર તબીબ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે.