જિલ્લા માટે સોમવારનો સુરજ ગમખ્વાર અકસ્માત લઈને ઉગ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોમવાર વહેલી સવારે અમરેલીનો કાનપરિયા પરિવાર કાર લઈને અમરેલીથી કુકાવાવ તરફ જઈ રહ્યો હતો. ત્યારે નાના ભંડારીયા ગામ નજીક કારચાલક ગૌરાંગભાઈએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જે કારણે કાર ધડાકાભેર રોડના કિનારે આવેલા વૃક્ષ સાથે અથડાઈ હતી.
અમરેલીમાં કાર ચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, 3ના મોત - કુકાવાવ
અમરેલીઃ જિલ્લાના નાના ભંડારીયા ગામ પાસે કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્ની અને માસૂમ બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
Car accident in amreli
આ કાર અકસ્માતમાં કાર ચાલક ગૌરાંગભાઈ તેમના પત્ની કનકબેન અને આઠ માસનાં પુત્ર મીહીરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની વિગતો અમરેલી જિલ્લામાં વાયુવેગે ફેલાતા સમગ્ર અમરેલીમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. અકસ્માત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પતિ-પત્ની અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.