આ આંબો છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દિતલા ગામમાં આવે છે. આ દિતલા ગામમાં છે 20 વિધાની ખેતી ધરાવતા ઉગાભાઈ ભટ્ટીના ખેતરમાં. આમ તો ઉગાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે આખા અમરેલી જિલ્લામાં પ્રખ્યાત છે. પોતાનું વાડીમાં 5 વિઘામાં ઉગાભાઈ ભટ્ટીએ આંબાનો બગીચો ઉભો કર્યો છે. તેમાં 1 આંબાના વૃક્ષ પર અલગ-અલગ કલમો ચડાવીને એક જ વૃક્ષ પર આવી 14 પ્રકારની કેરીઓ.
આ 14 પ્રકારની કેરીઓના નામ પણ આપે સાંભળ્યા નહીં હોય તેવી અલગ-અલગ જાતની કેરીઓ આંબાના વૃક્ષ પર લટકી રહી છે. વૈશાખ મહિનો આવે ત્યારે આ આંબાની કેરીઓ પણ બજારમાં આવશે પણ આ એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ પકવનાર પ્રગતિશીલ ખેડૂતે ખુટા કલમથી 14 પ્રકારની કેરીઓ વિકસાવી હતી.
શું એક જ આંબા પર 14 પ્રકારની અલગ-અલગ કેરીઓ આવી શકે? એકજ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓની જાત પણ સાવ સાંભળી ન હોય તેવી છે. સાદા આંબાના દેશી વૃક્ષ પર ખુટા મારીને આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન, નીલ ફાગુન, સુંદરી, બનારસી લંગડો, કેસર, દાડમીયો, ગુલાબીયો, કનોજીયો, દૂધપેડો અને ખોડી નામની કેરીઓની જાત વિકસાવી છે. ઉગાભાઈએ મહારાષ્ટ્રમાં ગયેલા ત્યારે અમુક જાતની કેરીઓ વિકશાવાનો વિચાર આવ્યો અને પોતાના ડીટલા ગામની વાડીમાં સાર્થક સાબિત કર્યો હતો.
મહારાષ્ટ્રમાં પાકતી કેરીઓ ગુજરાતના ગીર કાંઠાના ધારીના ડીટલામાં પાકી છે. એકજ આંબાના વૃક્ષ પર એકી સાથે 14 પ્રકારની અલગ-અલગ ભાતની અલગ-અલગ સ્વાદની કેરીઓ બાગાયત વિભાગના નાયબ નિયામક પણ પ્રગતિશીલ ખેડૂત ઉગાભાઇ ભટ્ટીની મહેનત અંગે ગર્વ કરતા જણાવ્યું કે, બાગાયતી પાકોમાં આ એક જ વૃક્ષ પર 14 કેરીઓ પાકે તેમાં નવાઈ સાથે અદભુત કિસ્સો ગણાવ્યો છે.