બગસરાના હડાળા ગામના હાઇવે પરનો પુલ અતિ જર્જરીત હાલતમાં, તંત્ર દુર્ઘટનાની રાહે - lwtwst bagsara news
અમરેલી: મેંદરડામાં બનેલી પુલ ઘટના બાદ બગસરાના હડાળા ગામમા આવેલ જૂના પુલની હાલત ખૂબ દયનીય બની ગઇ છે. હડાળા ગામની મધ્યમાં નદી પસાર થાય છે, તેના પર બંધાયેલ આ જૂના પુલના દ્રશ્યો તંત્રની લાપરવાહી દર્શાવી રહ્યા છે. જે ખૂબ જ જર્જરીત હાલતમાં છે. પુલના બાંધકામમાંથી લોખંડના સળિયાઓ બહાર આવી ગયા છે અને ગાબડાઓ પડી ગયા છે. હાલ આ પુલ નવો બનાવવા માટે ગ્રામજનો દ્વારા માગણી કરવામાં આવી રહી છે.
bridge on the highway of Hadala village
તંત્રએ માત્ર નવી સાઈડની રિલિંગ બનાવી રંગરોગાન કરી લોકોને માનાવી લીધા છે, ત્યારે પુલની ઉપરના દ્રશ્યો નવા પુલ માફક અને નીચે તંત્રની પોલમપોલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો જોવું રહ્યું કે, આ ગામની સમસ્યાનું સમાધાન તંત્ર દ્વારા ક્યારે થશે! કે, આ પુલ જૂનાગઢના મેંદરડામાં બનેલ પુલ ઘટના માફક કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહી છે.