અમરેલી જિલ્લાના ચલાલા ગામે ભીમનાથ મહાદેવ સ્વયંભૂ બિરાજમાન છે. આ મંદિર આશરે 5000 વર્ષ જૂનું છે. કહેવાય છે કે, ઢુંબર ઋષિના આશ્રમમાં જ્યારે કુંતી માતા અને પાંડવો વનવાસ દરમિયાન રાતવાસો કરીને ચલાલાથી પસાર થતા હતા. માતા કુંતીને શિવપૂજા કરીને પારણા કરવાનું વ્રત હોવાથી કુંતી પુત્ર ભીમે ભીમનાથ મહાદેવની સ્થાપના કરી હતી.
અમરેલીમાં કુંતી પુત્ર ભીમ દ્વારા સ્થાપેલું ભીમનાથ મંદિરના કરો દર્શન - ચલાલા
અમરેલી: જિલ્લાના ચલાલામાં અતિ પ્રાચીન ભીમનાથ મહાદેવનું મદિર આવેલું છે. જ્યાં મહાદેવ સ્વયંભૂ પ્રગટ થય હતાં, ત્યારબાદ અહીંથી માતા કુંતી સાથે પાંડવો પણ પસાર થયાં હતાં. કુંતીમાતાના વ્રત માટે ભીમે આ ભીમનાથ મહાદેવની સ્થાપના કરી હતી.
કુંતી પુત્ર ભીમ દ્વારા સ્થાપેલું ભીમનાથ મંદિરના કરો દર્શન
અહીં પીળુંડીના વૃક્ષ નીચે જ્યા મહાદેવ સ્થાપિત છે. તે વૃક્ષ છેલ્લા પ હજાર વર્ષથી પાણી વિના અંદરથી સૂકું અને બહારથી લીલુંછમ જોવા મળે છે. તેમજ દર શ્રાવણ મહિનો એકવાર અહીં ભોળાનાથના આભૂષણ સમાન નગદાદાના પણ દર્શન આપી ભક્તોને પાવન કરે છે, ત્યાં નવ શિવલિંગ સ્થાપિત કરવામાં આવી છે.