ગુજરાત

gujarat

ETV Bharat / state

બગસરા પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસને ફક્ત 1 બેઠક મળી - Congress

અમરેલીઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર હજુ ભૂલાઈ નથી ત્યાં, ફરી એક વખત બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણીમા 4 બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાયો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. જેથી ફરી વખત કોંગ્રેસ કાર્યકરોમાં સંગઠનનો અભાવ જોવા મળ્યો હતો.

બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણી

By

Published : Jul 9, 2019, 5:21 PM IST

જિલ્લાના બગસરા નગરપાલિકામાં યોજાયેલી 5 સદસ્યોની પેટાચૂંટણીની મતગણતરી મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.2ની 1 બેઠક, વોર્ડ નં.3ની 2 બેઠક અને વોર્ડ નં.7ની 1 બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો હતો. જ્યારે કોંગ્રેસના ફાળે શહેર કોંગ્રેસ પ્રમુખની માત્ર 30 મતે જીત થતા કોંગ્રેસનો વ્હાઇટ વોશ થતા અટક્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખે સંગઠનનના અભાવના કારણે કોંગ્રેસની હાર થઈ હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કારમી પછડાટ ખાધા બાદ પણ કાર્યકરોમાં સંગઠનનો અભાવ હોવાથી વધુ એક વખત બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં હાર મળી છે. ફોર્મ ભરાયા બાદ કોંગ્રેસના એક ઉમેદવારે ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા ભાજપને એક બેઠક બિનહરીફ મળી હતી. તો 5 બેઠકની ચૂંટણી જંગમાં 4 બેઠક પર ભાજપના હંસાબેન માલવીયા 143 મતે, આશાબેન દેશાની 892 મતે, વિલાસબેન પાઘડાળ 780 મતે, શિલ્પાબેન સોનગ્રા 120 મતે વિજયી થયા હતા. ચૂંટણીમાં મળેલી જીતને ભાજપના કાર્યકરોએ વંદેમાતરમના સૂત્રોચ્ચાર કરી વધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details