ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી પૂર્ણ થતાં હરીફો થયા હળવા, બાંકડે બેસી કરી મજ્જાની વાત

અમરેલી: દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જેમાં ગુજરાતની 26 બેઠક અને 4 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. જેમાં અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા મજાકના મૂડમાં જોવા મળ્યા હતા.

પરેશ ધાનાણી

By

Published : Apr 24, 2019, 4:27 PM IST

ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા પર ગંભીર આક્ષેપો કરતા નેતાઓ મતદાનના દિવસે એક બાંકડે બેસી વાતોની મજા માણતા હોય એવા દ્દશ્યો ઘણાં ઓછા જોવા મળતા હોય છે. આમ, બંને હરીફ ઉમેદવારોનું આવું વલણ કાર્યકરો માટે પ્રેરણારૂપ છે.

નેતાઓ મતદાનના દિવસે એક બાંકડે બેસી વાતોની મજા માણતા

જોકે ગુજરાતની અમરેલી બેઠક પર સૌથી ઓછું મતદાન થયું છે. આ બેઠક પર 55.73 ટકા મતદાન થયું છે, જ્યારે 2014માં 54.47 ટકા મતદાન થયું હતું.

કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા મજાકના મૂડમાં

અમરેલી બેઠક પર ભાજપમાંથી નારણ કાછડિયા અને કોંગ્રેસમાંથી વિપક્ષ નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. મહત્વનું છે કે, અમરેલી બેઠક પર 2014માં 54.47 ટકા મતદાન થયું હતું. જો કે, 2014ની તુલનામાં આ વખતે વધારે મતદાન નોંધાયું છે.

નેતાઓ મતદાનના દિવસે એક બાકડે બેસી વાતોની મજા માણતા

ABOUT THE AUTHOR

...view details