અમરેલીઃ જિલ્લામા ફરી દીપડાનો આતંક આવ્યો છે. ધારીના ભાડેર ગામ નજીક દીપડાએ બે લોકો પર હુમલો કર્યો છે. માલસીકા રોડ પર આવેલા પોતાના ખેતરમાં ખેતીકામ કરતી વેળાએ માતા-પુત્ર પર દીપડો ત્રાટક્યો હતો. જીવ બચાવી ભાગતા બંનેનો બચાવ થયો હતો. દીપડાએ હુમલો કરતા બંનેને સારવાર અર્થે બગસરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અમરેલીમાં દીપડાનો આતંક, ખેતી કામ કરતા બે લોકો પર હુમલો - ધારીના ભાડેર ગામ
અમરેલી જિલ્લામા ફરી દીપડાએ આતંક મચાવ્યો છે. જેમા ખેતી કામ કરતા 2 લોકો પર દીપડાએ હુમલો કર્યો છે. જેમને સારવાર માટે ખસેડવામમાં આવ્યાં છે અને આ દીપડાને પાંજરે પુરવા લોકોએ માગ ઉઠાવી છે.
અમરેલીમાં દીપડાનો આતંક, ખેતી કામ કરતા બે લોકો પર હુમલો
આ બનાવો અનેક વાર થતા દીપડાના હુમલાને લઈને તેમને પાજંરે પુરવા માગ ઉઠી છે.