ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાંભા તાલુકામાંથી દેશી તમંચા સાથે ઇસમની ધરપકડ - amreli

અમરેલી: ખાંભા તાલુકાના ડેડાણથી જીવાપર જવાના રોડ પરથી એક ઇસમને દેશી તમંચા સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Mar 31, 2019, 5:53 AM IST

અમરેલી LCBના પેટ્રોલીંગ દરમિયાન કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય છે. જે અન્વયે અમરેલી LCB ઇન્ચાર્જ PI ડી.કે.વાઘેલા તથા LCB સ્ટાફ ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીના આધારે હકીકત જાણવા મળેલ કે ડેડાણથી જીવાપરના રોડ પર જીવાપર ચોકડી પાસે એક ઇસમ દેશી બનાવટના તમંચા સાથે હાજર છે. જેની ચોક્કસ બાતમી મળતાં ડેડાણથી જીવાપર જવાના રસ્તે જીવાપર ચોકડી પાસેથી બાતમીને આધારના જ વર્ણન વાળા ઇસમને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લીધેલો છે.

આરોપી ધનિષ રાજેશભાઇ ગૌસ્વામી એક દેશી બનાવટનો તમંચો રૂપિયા ૧૦૦૦ની સાથે ધરપકડ કરેલ છે. આરોપી વિરૂધ્ધ અગાઉ પણ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોંધાયેલ છે. 0

આ ઝડપાયેલા ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી આરોપી અને મુદ્દામાલને આગળની વધુ તપાસ અર્થે ખાંભા પોલીસ સ્ટેશનને સોપેલ છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details