ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં ઘરફોડ ચોરી કરતી ગેંગની ધરપકડ - બાબરા કરીયાણી ગામ

અમરેલીઃ જિલ્લામાં ઘરફોડ ચોરી કરનાર ગેંગની ધરપકડ કરવામાં આવી હતી. ઓરોપી પાસેથી વાહન રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ  21,951નો રોકડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અને તેમની વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમરેલીમાં ઘરફોડ ચોરી કરતી ગેંગની ધરપકડ

By

Published : Sep 19, 2019, 4:05 AM IST

જિલ્લામાં ઘરફોડ ચોરી અને વાહન ચોરી કરનાર ગેંગને બાબરા કરીયાણી ગામના રોડ પરથી ઝડપી લેવામાં આવી છે. તેમની પાસેથી વાહન, રોકડ રકમ અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં 10થી વધુ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આમ, આ ચારેય આરોપીઓની કુલ 21,951ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

અમરેલીમાં ઘરફોડ ચોરી કરતી ગેંગની ધરપકડ

આરોપી કાળિયો વાઘેલા, 27 વર્ષીય બચુ ચારોલીયા, 24 વર્ષીય રાહુલ પરમાર અને 19 વર્ષીય સજલો પરમાર વિરૂદ્ધ ગૂનો નોંધી સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details