ગુજરાત

gujarat

ETV Bharat / state

ભિલોડામાં જૂથ અથડામણ, આર્મી જવાનનું સારવાર દરમિયાન મોત - આર્મી જવાનનું સારવાર દરમિયાન મોત

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મલેકપુર ગામમાં 9 ઇસમોએ અગાઉ થયેલી સામાજિક અદાવતમાં બસ સ્ટેન્ડથી થોડે દૂર ગેરકાયદેસર મંડળી રચી BSF જવાન અને તેના 2 મિત્રો પર કુહાડી અને લોખંડના પાઇપ, લાકડીઓ વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

aa
જૂથ અથડામણમાં કોમમાં સરી પડેલ આર્મી જવાનનું સારવાર દરમિયાન મોત

By

Published : Feb 10, 2020, 7:48 PM IST

અરવલ્લીઃ કોમામાં સરી પડેલો યુવાન 4 દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા પછી આખરે દમ તોડી દેતા ભારે ચકચાર મચી હતી. 6 ફેબ્રુઆરીના રોજ ભિલોડાના મલેકપુર ગામમાં 9 ઇસમોએ સામાજિક અદાવતને લઇ જવાન અને તેના મિત્ર પર તિક્ષ્ણ હથીયાર વડે હુમલો કર્યો હતો. જેમાં જવાન અને તેના મિત્રને ગંભીર ઇજા પહોંચી હતી, જે બાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પરતું માથાના ભાગ પર લાગેલા ઘાથી કોમામાં સરી પડ્યા હતાં. જેથી જવાનને વધુ સારવાર અર્થે અમદાવાની ખાનગી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ તેમનુ ત્યાં આકાળે મોત નિપજ્યુ હતું.

ભિલોડા પોલીસે રોશન કુમાર પ્રવીણભાઈ ખરાડીની ફરિયાદના આધારે અજયભાઇ સુરમાભાઇ નિનામા, કિતીભાઇ દિલીપભાઇ સડાત, અજયભાઇ દિલીપભાઇ સડાત, યશપાલભાઇ નિનામા, મહેશભાઇ હીરાભાઇ ખરાડી, વિશાલભાઇ . કાવજીભાઇ ખરાડી, વિજયભાઇ રતુભાઇ ખરાડી, પ્રદિપભાઇ કાન્તીભાઇ નિનામા અને નટુભાઈ વાલજીભાઇ નિનામા વિરુદ્ધ IPC કલમ- 149,148,149,341, 323, 309 , 324, 504 ,તથા G. P એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details