અમરેલીઃ મોરારી બાપુ પર થયેલા હુમલાના પ્રયાસના વિરોધમાં લાઠીના આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
મોરારી બાપુ પર થયેલા હુમલાના વિરોધમાં આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર - મોરારી બાપુ પર હુમલો કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી
- નાયબ મામલતદારને આવેદન આપી રોષ ઠાલવવામાં આવ્યો
- સોશિયલ ડિસ્ટન્સ સાથે આરાધના ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનો આવેદન આપવા પહોંચ્યા
મોરારી બાપુ પર થયેલા હુમલાના વિરોધમાં આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર
મોરારી બાપુ પર થયેલા હુમલાના પ્રયાસના વિરોધમાં પડઘમો હજુ સુધી શાંત નથી થયા ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલી સંસ્થાઓમા હજી પણ રોષ જોવા મળી રહ્યો છે. આવી જ એક સંસ્થા આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લાઠી મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું અને મોરારીબાપુ પર હુમલો કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી.
સંસ્થા દ્વારા નાયબ મામલતદારને આવેદન આપી રોષ ઠાલવવામાં આવ્યો હતો. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે આરાધના ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનો આવેદન આપવા પહોંચ્યા હતા…