અમરેલીઃ અમરેલીમાં દિન પ્રતદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે શનિવારે અમરેલી શહેરના ચિતલ રોડ પર આવેલી અવધ રેસીડેન્સીમાં રહેતા 62 વર્ષીય વૃધ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહત્વની બાબત એ છે કે, વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેઓ હાલ રાજકોટ સારવાર લઈ રહ્યા છે. તંત્ર દ્વારા અવધ રેસીડેન્સીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
અમરેલીમાં વધુ એક કેસ કોરોનાનો પોઝિટિવ નોંધાયો, કુલ આંક 13 થયો - અમરેલી તાજા સમાચાર
અમરેલીમાં દિન પ્રતદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અવધ રેસીડેન્સીમાં રહેતા 62 વર્ષીય વૃધ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધી કુલ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમરેલીમાં નોધાયો વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ
અમરેલી જિલ્લામાં અત્યાર સુધી કુલ 13 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. તો 5 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે પરત ફર્યા છે. ત્યારે જિલ્લામાં કુલ 7 કેસ એક્ટિવ રહ્યા છે.