અમરેલીઃ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં બુધવારે વધુ એક કોરોનાનો કેસ આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 8 થઇ છે. 23 મેના રોજ બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલી 45 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમરેલી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, કુલ કેસની સંખ્યા 8 થઈ
સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં બુધવારે વધુ એક કોરોનાનો કેસ આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 8 થઇ છે. 23 મેના રોજ બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલી 45 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમરેલી જિલ્લામાં વધુ એક કોરોનાનો કેસ, કુલ કેસની સંખ્યા પહોંચી 8 પર
આ મહિલાને ટ્રેનમાં આવ્યા બાદ સીધા ધારી કોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. દર્દી મૂળ બગસરા તાલુકાના જુના જાંજરીયાના વતની છે. 24 મેના રોજ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા, પરંતુ તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેનો બુધવારે કોરાનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.