અમરેલી જિલ્લામાં આવેલા લીલીયામાં પશુ દવાખાનું ઘણું જૂનું છે. આ પશુ દવાખાનું હાલ ખુબ જ અસુરક્ષિત પરિસ્થિતિમાં છે. હાલ આ દવાખાનાની આ બિસમાર હાલતને પગલે ચોમાસામાં પાણી ભરાઈ જતા લાખો રૂપિયાની કિંમત દવા કોઈ કામની રહેતી નથી.
અમરેલી: પશુ દવાખાનું બિસ્માર હાલતમાં, સમારકામ હાથ ધરવાની ગ્રામજનોની માંગ - Brocken
અમરેલી: જિલ્લામાં આવેલા લીલીયા તાલુકામાં મુખ્ય વ્યવસાય ખેતીકામ અને પશુપાલન કરી ગ્રામજનો પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે, પશુઓની સારવાર પણ થાય તો તેમનો વ્યવસાય સારી રીતે ચાલી શકે તેમ હોય છે. આથી ગામમાં એક પશુ ડૉકટર પણ છે અને પશુ દવાખાનું પણ છે. તેની સારવાર માટે પશુ માટે દવાખાનું એકદમ બિસ્માર હાલતમાં છે અને જર્જરીત થઇ ચૂક્યું છે.
![અમરેલી: પશુ દવાખાનું બિસ્માર હાલતમાં, સમારકામ હાથ ધરવાની ગ્રામજનોની માંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3706256-thumbnail-3x2-animal.jpg)
જો કે કોઈ માલઢોર અહીં સારવાર માટે આવે તો આ ઇમારતમાં કોઈ અકસ્માત સર્જાય જેના કારણે ડૉકટર અને પશુ બંનેને નુકશાન થાય તેમ છે. આમ તો સરકાર દ્વારા માલધારીઓ માટે ઘણી યોજનાઓ બહાર પડે છે. પરંતુ આ પશુ દવાખાના માટે કોઈ પણ વ્યવસ્થા ઉભી થતી નથી.
આ દવાખાનામાં છેલ્લા 15 વર્ષથી કોઈ રીપેરીંગ કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ આ ઇમારત દિવસે દિવસે ધૂળધાણી થતી જાય છે. જેને પગલે આવતા પશુ સારવાર આપતા કોઈ અકસ્માત સર્જાય તેના પહેલા આ દવાખાનાને રિનોવેશનનું કામ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.