ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી - gujarat

અમરેલી: સીટી પોલીસે બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. બ્રાહ્મણ સોસાયટીમાં રહેતો મેહુલ ઉફે મહેશ મહેતા પોતાના રહેણાંક મકાને વિદેશી દારૂનું વહેચાણ કરતો હતો. પોલીસે તેના ઘરે દરોડા પાડી તેની ધરપકડ કરી હતી.

By

Published : May 1, 2019, 5:34 AM IST

મળતી માહીતી અનુસાર 29 એપ્રીલે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એ.મોરી તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.ડી.મકવાણા તથા અમરેલી સીટી પોલીસ ટીમ પ્રેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી. જેના આધારે બ્રાહ્મણ સોસાયટીમાં રહેતો મેહુલ ઉફે મહેશ મહેતા પોતાના રહેણાંક મકાને વિદેશી દારૂનું વહેચાણ કરે છે. જે બાતમી આધારે પોલીસએ તેના ઘરે દરોડા પાડ્યા હતા. તેના રહેણાંક મકાનમાંથી પોલીસને તપાસ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે વિદેશી દારુની 22 બોટલ નંગ કીમત રૂપિયા 2200, 7 બોટલો નંગ રૂપિયા 3500, 750 mlની 4 બોટલ નંગ કિમત રૂપિયા 1200 મળી કુલ બોટલ નંગ 33 થયા હતા. જેની કુલ કીંમત રૂપિયા 26,700 થઇ હતી. આ મુદ્દામાલ સાથે એક ઇસમને વિદેશી દારૂ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details