અમરેલી જિલ્લા પંચાયતની સ્વભંડોળને રળી આપતી ઈમારત આજે ધૂળધાણી થઈ ગઈ છે. આ ગૌ-શાળામાં 30થી વધુ ઓરડાઓ, મોટું મેદાન અને સભાખંડ આવેલું છે. આ બિલ્ડીંગ 3 માળની બનેલી છે અને તેની ફરતે 15થી વધુ દુકાનો ભાડે છે. જેના કારણે વેપારીઓની આજીવિકા ચાલી રહી છે. આ ઈમારત 1965માં બનાવવામાં આવી હતી અને તેનું ઉદ્ઘાટન દ્વારકાદાસ પટેલના હસ્તે કરાયું હતું. તેમજ અમરેલી શહેરની મુલાકાતે આવતા યાત્રાળુંઓને રાતવાસો કરવા માટેની આ અતિ ઉત્તમ ધર્મશાળા હતી.
અમરેલીની શાન જ્યુબીલી ધર્મશાળા તંત્રની બેદરકારીને કારણે ખંઢેર હાલતમાં, જુઓ વીડિયો - Amareli muncipal corporation
અમરેલીઃ શહેરની મધ્યમાં આવેલી વર્ષો જૂની જ્યુબીલી ધર્મશાળા હાલ ખંઢેર હાલતમાં જોવા મળી રહી છે. આ ધર્મશાળામાં અનેક મહાનુભવો અને યાત્રાળુઓ રાતવાસો કરતા અને ગૌરવ અનુભવતા હતા. એક સમયે રાજકીય આગેવાનોનું આશ્રય સ્થાન આજે નિરાધાર બન્યું છે.
જ્યુબેલી ધર્મશાળા
હાલના સમયમાં આ ધર્મશાળા અમરેલી શહેરના મેઈન રોડ પર આવેલી છે. જેની સાર સંભાળ લેવા માટે તંત્ર કે, રાજકીય નેતાઓ પાસે સમય નથી. તેમજ આ ઇમારતની લાંબા સમયથી મરામત થઈ ના હોવાથી દયનિય હાલતમાં છે અને ભવિષ્યમાં ગંભીર જાનહાનિ થવાની શક્યતાઓ વધી શકે છે. વધુમાં જિલ્લા પંચાયતના પ્રમુખ છટકું વાતો કરી આગળના હોદ્દેદારોની કારણો જવાબદાર ઠેરવી રહયા છે.