Amreli Weather: અમરેલીમાં વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી અમરેલીઃ સતત આગાહી બાદ થઈ રહેલા માવઠાએ બાદ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા બાદ વરસાદ ઝાપટાં શરૂ થયા છે. વડીયા શહેરમાં ગામડા મોરવાડા,બરવાળા બાવલ, સહિત કેટલાક ગામડામાં ઝરમર વરસાદી ઝાપટા પડ્યા હતા. આ સાથે જાફરાબાદ તાલુકામાં સરોવડા, ભટવદર,કથારીયા,કાતર સહિત ગામડામાં વરસાદી જાપટા જોવા મળ્યા ખાંભાના કેટલાક ગામોમાં પણ વરસાદી જાપટા સાથે ઝરમર વરસાદી માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચોઃ Unseasonal Rain : ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી વચ્ચે ચોમાસું કેવું રહેશે જૂઓ
ખેડૂતોમાં ચિંતાઃઅમરેલી તેમજ આસપાસના તાલુકામાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના ફરી જીવ તાળવે ચોટયા હતા. અહીં બગસરાના ખારી,ખીજડીયા, મોડી સાંજે રાજુલા આસપાસના ગામડામાં વરસાદી ઝાપટા રાજુલા શહેર હિંડોરણા, છતડીયા, ખાખબાઈ સહિત નજીકના ગામડામાં વરસાદી જાપટા પડતા લોકોને અસહ્ય ગરમી માંથી રાહત મળી હતી. કાળઝાળ ગરમી આકરા તાપમાન વચ્ચે ઠંડક પ્રસરી જતા લોકોને ઉનાળાની ઋતુમાં રાહત મળી હતી. પણ ખેડૂતોમાં ચિંતા જોવા મળી કારણ કે, પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે.
જિલ્લાભરમાં વરસાદઃઅમરેલી સહિત આસપાસના ગામડામાં વરસાદ પડવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જોકે કેટલાક છુટા-છવાયા આ વરસાદી માહોલમાં પાક સામે જોખમ ઊભું થયું છે. મોટાભાગના વિસ્તારમાં કાળઝાળ ગરમી અને તાપમાનનો પારો ગગડયો હતો. જ્યારે અહીં વડીયા શહેર અને આસપાસ વાદળછાયું વાતાવરણ ઊભું થતા કેટલાક વિસ્તારમાં ઝરમર વર્ષા થતા ખેડુતોની ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાંચોઃ Unseasonal Rain: માર્કેટિંગ યાર્ડમાં તૈયાર પાક પર પાણી ફરી વળ્યું, ખેડૂતોના કાળજા ખાખ
વળતરની આશાઃ અમરેલી જિલ્લામાં ભારે નુકસાન જતા ખેડૂતોમાં નારાજગી હતી. સર્વેની કામગીરી પણ કરવામાં આવી હતી. જોકે હજુ સુધીમાં સર્વે બાદ કોઈ ખેડૂતોને વળતર નહિ મળતા નારાજગી જોવા મળી છે. આવા માહોલ વચ્ચે વરસાદ ખાબકતા ફરી ચિંતાના વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. કિસાનોને પણ વળતાલ મળવું મુશ્કેલ બન્યું છે. જોકે, તમામ ખેડૂતો આવા જોખમ વચ્ચે આર્થિક રીતે રાહત મળી રહે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે.