ચલાલામાં ગંદા પાણીનું વિતરણથી ધારાસભ્યના સસરા નારાજ અમરેલી : ચલાલામાં દોઢ મહિનાથી ગંદા પાણીનું વિતરણ થતા ધારાસભ્યના સસરાએ નારાજ થયા છે. ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાના સસરા નાનજી હીરપરાએ ચલાલા નગરપાલિકાના વહીવટદારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમજ વહેલી તકે ગંદા પાણીની સમસ્યાનો નિકાલ કરવાની માગ કરી છે.
સ્થાનિકોની રજૂઆત : ચલાલા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી ગંદા પાણીનું વિતરણ થઈ રહ્યું છે. આ બાબતે સ્થાનિક લોકો નગરપાલિકા સમક્ષ રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ સમસ્યાનો હલ ન નીકળતા ધારાસભ્ય જે.વી.કાકડીયાના સસરા નાનજી હીરપરાએ નારાજગી વ્યક્ત કરી છે. સવાલ ઉઠાવતા કહ્યું છે કે, ભાજપના રાજમાં લોકોએ ગંદુ પાણી પીવા માટે શા માટે મજબૂર થવું પડે?
હાલ ચલાલા નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે, ત્યારે આ સમસ્યાનો હલ કરવાની જવાબદારી પણ વહીવટદારની છે. સમસ્યાનો હલ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ.આ ચલાલા ગામનો વહીવટ સંભાળનાર ચીફ કે વહીવટદાર જે ગણો તે, ચલાલા ગામના લોકોને એક મહિના કરતાં વધારે સમયથી ડોળું - ગંદું પાણી વિતરણ થાય છે એની ખબર છે, જો ખબર છે તો તેનો ઉકેલ કેમ લાવતાં નથી? ચોખ્ખું પાણી આપવું એ વહીવટ કર્તાની જવાબદારીમાં આવે છે. લોકોનું આરોગ્ય જોખમાય તેવું ગંદું પાણીનો ઉકેલ ઝડપથી લાવી જન હિતનું કામ કરો. લોકોની માંગ પુરી થાય તેની રાહ જોવાય નહીં, કર્મચારી તરીકેનું કર્તવ્ય નિભાવો - નાનજી હીરપરા (ધારાસભ્યના જે.વી.કાકડિયા સસરા)
ચલાલા ગયા ટર્મ પાલિકાના ભાજપનું શાસન હતું તે શાસન કાળમાં ધારાસભ્ય કાકડિયાના ધર્મપત્ની કોકિલા કાકડીયા પણ બોડીના પ્રમુખ તરીકે સુકાન સંભાળી હતી. જેમાં લગભગ મહિનાઓ સુધી સફાઈ કામદારોના પગારો થયા ન હતા. તે સમયે ચલાલા વાસીઓ ગંદકી અને સફાઈ કામદારો પગાર ચૂકવવામાં ન આવતા પરેશાની વધી હતી. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો
- Gujarat Cabinet Meeting: 206 જળાશયોમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયો, 161 ચેકડેમના કામ પ્રગતિ હેઠળ
- Water Crisis In Banaskantha: લાખણી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પાણી વગર ખેડૂતોની હાલત કફોડી
- Chhattisgarh News: સેલ્ફી લેતા સરકારી અધિકારીનો ફોન ડેમમાં પડ્યો, 96 હજારના ફોન માટે 21 લાખ લીટર પાણી વહાવ્યું