ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી ઇશ્વરીયામાં ખેડૂત શિબિર યોજાઈ, UPL કંપની આયોજિત કાર્યક્રમમાં પ્રધાનો રહ્યા હાજર - Bhupendrasinh News

અમરેલીઃ રવિવારના રોજ અમરેલીના ઇશ્વરિયા ગામે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને યુ.પી.એલ. કંપનીના સંયુક્ત પ્રયાસથી એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. મગફળીમાં સફેદ મુંડા નામની ઈયળના ઉપદ્રવને કઈ રીતે દૂર કરવી તેની માહિતી આપવામાં આવી હતી.

અમરેલી ઇશ્વરીયા મા યુ.પી.એલ.દ્વારા યોજાયેલ ખેડૂત શિબિરમાં પ્રધાનો રહ્યા હાજર

By

Published : Oct 7, 2019, 5:31 PM IST

અમરેલીના ઇશ્વરિયા ગામે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને એપલ કંપનીના શૂટ પ્રયાસોથી એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ મંદિર પુરુષોત્તમ રૂપાલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ અમરેલીના નેતા દિલીપભાઈ સંઘાણી ખાસ હાજર રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી મગફળીમાં મુંડા નામની સફેદ ઇયળ આવી જતી હતી, જેને લઇને ખેડૂતો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા.

અમરેલી ઇશ્વરીયા મા યુ.પી.એલ.દ્વારા યોજાયેલ ખેડૂત શિબિરમાં પ્રધાનો રહ્યા હાજર

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને દવા બનાવતી UPL કંપની અમરેલીના ત્રણ ગામો ઈશ્વરીયા,મોરજર તેમજ લનેપરા ગામના 50 ખેડૂતોની 150 જમીનની દત્તક લીધી હતી upl કંપની એક્સપર્ટ ટીમે સફેદ મુંડા નામની ઈયળનું મુખ્ય કારણ જાણ્યું હતું અને સફળ મુંડા મગફળીમાંથી કઈ રીતે દૂર થાય તે માટે ખેતર આસપાસ રહેલા વૃક્ષઓ ઉપર દવાનો છટકાવ કર્યો હતો. આમ સફેદ મુંડા નામની ઈયળનો ઉપદ્રવ ઓછો થઈ ગયો હતો અને ખેડૂતોને ફાયદો થયો છે.

ABOUT THE AUTHOR

...view details