ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં થયેલ ધાડનો મુદ્દામાલ પોલીસે સિંહોરમાંથી રિકવર કર્યો - theft

અમરેલી: બાબરા તાલુકાના દરેડ ગામે થયેલ ધાડનો મુદ્દામાલ રાખનાર સોનીકામ કરતા બે આરોપીઓને ભાવનગર જીલ્લાના સિંહોર મુકામેથી ઝડપી લઇ રૂ 69500નો મુદ્દામાલ અમરેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે રીકવર કર્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 25, 2019, 11:38 AM IST

તા.૦૯/૦૬/૨૦૧૯ નાં રોજ દરેડ ગામની સીમમાં ડાયાભાઇ ઓઘડભાઇ ભરવાડ તથા તેનાં પત્ની જાનુબેન રાત્રિનાં સમયે વાડીએ સુતેલા હતા, તે દરમિયાન અજાણ્યા ઇસમોએ વાડીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી વૃધ્ધ દંપતિને ધોકા તથા કુહાડી વતી જીવલેણ ગંભીર ઇજાઓ કરી તેઓએ પહેરલ સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન નંગ-૨ મળી કુલ મુદામાલ કિ.રૂા.૧,૫૨,૫૦૦/- ની લુંટ કરી ખાટલા સાથે બાંઘી રૂમનો દરવાજો બહારથી બંઘ કરી નાસી ગયેલ જે અંગે બાબરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૫૩/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૪, ૩૯૭ વિ. મુજબનો ગુન્હો રજી. થયેલ હતો અને આ ગુન્હાના કામે અમરેલી એસ.ઓ.જી. ટીમ દ્વારા આરોપીઓ ચંદુ લખુ જીલીયા, કિશન ઉર્ફે ખીમો બચુભાઇ વાઘેલા, ફલજી જીલુભાઇ સાઢમીયા, વિસુ ઉર્ફે નનુ ચંદુભાઇ જીલીયા, ઉજીબેન ઉર્ફે બાવલીબેન વા/ઓ ચંદુભાઇ લખુભાઇ જીલીયા, વાળાઓને પકડી પાડી ગુનો ડીટેક્ટ કરવામાં આવ્યો હતો.

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર યાદવ સાહેબ નાઓએ સદરહું ગંભીર ગુન્હાની તપાસ અમરેલી એલ.સી.બી. ને સોંપવા હુકમ કરતાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ સદરહું ધાડના ગુન્હાની સઘન તપાસ થાય તે હેતુથી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી તેમાં અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા, અમરેલી તાલુકા પો.સ.ઇ.શ્રી. એન.એ.વાઘેલા તથા જાફરાબાદ મરીન પો.સ.ઇ.શ્રી. વાય.પી.ગોહિલ ની નિમણુંક કરી તપાસ અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડેલ હતું.

આ ગુન્હાના કામે પકડાયેલ આરોપીઓએ ધાડ પાડી મેળવેલ સોના ચાંદીના દાગીના સિહોર મુકામે સોનીકામ કરતા ઇસમોને વેચેલ હોવાની કબુલાત આપતાં સહાયક તપાસ અધિકારી શ્રી.વાય.પી.ગોહિલ, પો.સ.ઇ. જાફરાબાદ મરીન પો.સ્ટે. નાઓએ સિહોર મુકામેથી ધાડનો મુદ્દામાલ લેનાર/ખરીદનાર બે ઇસમોને પકડી પાડેલ છે. અને તેઓ પાસેથી ધાડમાં ગયેલ સોના-ચાંદીનો મુદ્દામાલ રીકવર કરેલ છે.

ABOUT THE AUTHOR

...view details