ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી એસ.ટી બસની અનિયમિતતાથી રૂટ બંધ થતાં મુસાફરોમાં રોષ

અમરેલી જીલ્લાના વડિયાથી રાજકોટ (Wadiya to Rajkot bus) જતી એસ.ટી બસોનું અનિયમિતતાથી લોકોને હાલાકી (Irregularity of ST buses harassing people) ભોગવવાનો વારો આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં મુસાફરી કરતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતા રોડ પર બસ રોકી લોકોએ હલ્લાબોલ કરી વિરોધ કરી રોષ વ્યક્ત કરાયો (Amreli Students And Parents Blocked Road) હતો.

Amreli Students And Parents Blocked Road
Amreli Students And Parents Blocked Road

By

Published : Jan 3, 2023, 4:07 PM IST

એસ.ટી બસની અનિયમિતતાથી રૂટ બંધ થતાં મુસાફરોમાં રોષ

અમરેલી:વડીયાના તાલુકાના દેવળકી ગામે એસટી બસની અનિયમિતતાથી (Irregularity of ST buses harassing people) થતાં ગ્રામ્ય વિસાતમાં બસોની અનિયમિતતાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળા કોલેજ જવામાં મુશ્કેલી પડતા વાલીઓમાં રોષ જોવા મળ્યો (Amreli Students And Parents Blocked Road) હતો. તેમજ ગ્રામ્ય વિસ્તારના રત્નકલાકારોને રોજગારી માટે પોતાના કારખાને બીજા સ્થળ પર પહોંચવા સમયનો વ્યય થતાં રજળી પડતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આમ ગ્રામજનોના કામો અટકાતા ગત મોડી રાત્રે દેવળકી ગામે રાજકોટ વડિયા રૂટની એસટી બસ રોકવામાં આવેલ હલ્લાબોલ કરવામાં આવેલ અવાર નવાર રાજકોટ વડિયા એસ.ટી બસના રૂટ કેન્સલ થતા બસને રોકી વિરોધ નોંધાવ્યો (Blocked Road Due To Irregular Arrival Of ST Bus) હતો.

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળા કોલેજ જવામાં મુશ્કેલી

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળા કોલેજ જવામાં મુશ્કેલી:વડીયાના દેવળકી ગામથી વિદ્યાર્થીઓ અને રત્નકલાકારો અપડાઉન કરતા હોય છે. પરંતુ ગામમાં એસ.ટીની સેવા અનિયમિત હોય લોકોને ભારે મુશ્કેલીઓને સામનો કરવો પડી રહ્યો (Irregularity of ST buses harassing people) છે. અનેક રજૂઆતો બાદ પણ સુવિધા નિયમિત ન મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓ રોષે ભરાયા હતા અને ગામ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો (Amreli Students And Parents Blocked Road) હતો. દેવળકી ગામના લોકો દ્વારા પોતાના ગામમાં સમયસર બસ આવે તે માટે રજૂઆત કરવામાં આવી (Blocked Road Due To Irregular Arrival Of ST Bus) છે.

આ પણ વાંચોસુરતમાં જૈન સમાજનો આક્રોશ, મૌન રેલી યોજી ઉગ્ર રોષ ઠાલવ્યો

20 દિવસ રૂટ કેન્સલ:કોઈ કારણોસર એસ.ટી.બસના મહિનામાં 20 દિવસ રૂટ કેન્સલ થતા હોવાથી વિદ્યાર્થી કામ તેમજ અભ્યાસ અર્થે આવતા બસના રૂટ ફેરફાર થતા બસો ન મળતા એસ.ટી.તંત્ર સામે વાલીઓમાં રોષ ઠાલવતાં જોવા મળ્યા હતા. એસ.ટી બસના રૂટ વારંવાર કેન્સલ થતા વિદ્યાર્થીઓ અને રત્નકલાકારો રઝળી પડતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રેગ્યુલર એસ.ટી બસનો રૂટ દેવળકી ગામે શરૂ રાખવા સરકારને રોષભેર રજુઆત પણ કરાઈ હતી.

આ પણ વાંચોકેશોદ કોર્ટે 20 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને જાહેર કર્યા નિર્દોષ, ફરિયાદી ન આપી શક્યા પૂરાવા

તંત્ર ક્યારે જાગશે?:એસ.ટી બસના રૂટ કેન્સલ થતા લોકોને પડતી હાલાકીને લઈને તંત્રને રજૂઆત કરાઈ હતી. તંત્ર દ્વારા તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે બાંહેધરી આપી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે તંત્ર ક્યારે જાગશે અને લોકોને પડતી સમસ્યાનો નિકાલ લાવશે. અમરેલી જિલ્લામાં બસની સમસ્યાઓ સાથે રોડ રસ્તાઓની હાલત પણ ખરાબ છે. ખરાબ રોડને કારણે અનેકવાર લોકો અકસ્માતનો પણ ભોગ બન્યા હતા.

ABOUT THE AUTHOR

...view details