અમરેલી: જાફરાબાદ તાલુકાના કાગવદર ગામના સરપંચ દ્રારા કોરોના વાયરસના ચેપથી બચવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે. જેમાં સરપંચ દ્રારા રોજ ગામમાં દવાનો છટકાવ કરવા માટે પોતાની કારનો ઉપયોગ કરી રહ્યા છે.
અમરેલી: કોરોનાના ચેપથી બચવા સરપંચ દ્રારા નવતર પ્રયોગ,, જાણો... - અમરેલીમાં કોરોના વાયરસ
કોરોના વાયરસના ચેપથી બચવા માટે અમેરેલીના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામના સરપંચ દ્રારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં પોતાની કારમાં ફુવારા લગાવી ટેન્કર સાથે જોડી ગામમાં દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે.
![અમરેલી: કોરોનાના ચેપથી બચવા સરપંચ દ્રારા નવતર પ્રયોગ,, જાણો... etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6597300-71-6597300-1585569803070.jpg)
અમરેલી: કોરોનાના ચેપથી બચવા સરપંચ દ્રારા અનોખી પહેલ
પોતાની કારને ટેન્કર સાથે જોડી કારમાં ફુવારા ગોઠવી ગામની બજારોમા દવા છાંટવામાં આવી રહી છે. કોરોના વાયરસથી બચવા કાગવદરના યુવા સરપંચ મહિપતભાઈ વરૂએ આ અનોખી પહેલ કરી છે. પોતાની કાર મારફત દરરોજ આ રીતે ગામમાં દવાનો છટકાવ કરી રહ્યા છે. જયારે આ ગામનો વિડિયો સોસિયલ મીડિયામાં ખૂબજ વાયરલ થયો છે.