ગુજરાત

gujarat

ETV Bharat / state

Rescue: અમરેલીના SP નિર્લિપ્ત રાય સ્ટાફ સાથે દરિયામાં ન્હાવા જતાં તણાયા, સફળ રેસ્ક્યુ બાદ બચાવ - AMRELI LOCAL NEWS

જાફરાબાદના વરના દરિયા કિનારે અમરેલીના SP સાથે દુર્ઘટના ઘટી હતી. SP નિર્લિપ્તા રાય સહિત પોલીસ સ્ટાફ દરિયામાં ન્હાવા ગયા હતા. જ્યાં પોલીસ કોન્સ્ટેબલ અને SP દરિયામાં તણાયા હતા, પરંતુ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા તુરંત સમય સુચકતા સાથે રેસ્ક્યુ (Rescue) કરવામાં આવ્યું હતુ.

Rescue
Rescue

By

Published : Jun 28, 2021, 12:57 PM IST

  • અમરેલીના SP નિર્લિપ્ત રાય સ્ટાફ સાથે દરિયામાં નાહવા જતાં તણાયા
  • સફળ રેસ્ક્યુ(Rescue) બાદ થયો બચાવ
  • પ્રાથમિક સારવાર મળતાં હાલ કોન્સ્ટેસબલ અને SPની તબિયત સારી

અમરેલી:SP નિર્લિપ્ત રાય સ્ટાફ સાથે જાફરાબાદના સરકેશ્વરના દરિયાકાંઠે દરિયામાં ન્હાવા ગયા હતા. દરમિયાન પાણીના આવેગમાં તેઓ તણાયા હતા. અન્ય પોલીસ સ્ટાફ(Amreli Police) દ્વારા તુરંત સમય સુચકતા સાથે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. સફળ રેસ્ક્યુ (Rescue) બાદ તેમનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો:જામજોધપુર નજીક કોઝવેમાં 4 વ્યક્તિ તણાયા, 2ના મોત, 2ની શોધખોળ શરૂ

જાફરાબાદના વરના દરિયા કિનારે અમરેલીના SP સાથે દુર્ઘટના ઘટી

જાફરાબાદના દરિયા કિનારે અમરેલીના SP સાથે દુર્ઘટના ઘટી હતી. SP નિર્લિપ્તા રાય સહિત પોલીસ સ્ટાફ દરિયામાં ન્હાવા ગયા હતા. જ્યાં પોલીસ કોન્સ્ટેબલ અને SP દરિયામાં તણાયા હતા. જેમાં પોલીસ કોન્સ્ટેબલ ડુબી જતા અફડા તફડી મચી હતી, પરંતુ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા તુરંત સમય સુચકતા સાથે રેસ્ક્યુ (Rescue) કરવામાં આવ્યું હતુ. પોલીસ કર્મીનું રેસ્કયુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યા હતા. થોડા સમય માટે પરિસ્થિતિ નાજુક બની હતી. SP નિર્લિપ્ત રાયની તબિયત વધારે લથડતા તેમને જાફરાબાદ હોસ્પિટલ ખસેડાયા હતા. સમયસર પ્રાથમિક સારવાર મળતાં હાલ કોન્સ્ટેબલ તેમજ SPની તબિયત સારી છે. આ સમગ્ર ઘટના જાફરાબાદના સરકેશ્વર કાંઠે બની હતી. હાલ SP સુરક્ષિત છે અને કોન્સ્ટેબલને જાફરાબાદ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:ભરૂચ: નર્મદામાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા, એકનો બચાવ

ABOUT THE AUTHOR

...view details