ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘરફોડ-ચોરીના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસતા-ફરતા આરોપીને અમરેલી SOGએ ઝડપ્યો - Amreli SOG

અમરેલી: તારીખ ૪ના રોજ SOGના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.કે કરમટા તથા SOG ટીમે અમરેલી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાબરા પો.સ્ટેશનના નાસતા ફરતા આરોપીની હકિકત મળેલ જે આધારે બાબરા પોલીસ સ્ટેશનના ફસ્ટ-૧૧૦/૧૧ ઇ.પી.કો. કલમ- ૩૮૦,૪૫૭ વિગેરે મુજબના ગુન્હાના કામે છેલ્લા આઠેક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડેલ છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 4, 2019, 8:28 PM IST

પકડાયેલ આરોપી જયંતિભાઇ ભોપાભાઇ રાઠોડ ઉ.વ. ૩૨ ધંધો. ડ્રાઇવિંગ રહે. મુળ કસવાળી (આંબલી-ચોક) તા. સાયલા જિ.સુરેન્દ્રનગર હાલ રહે. બોરડી સમઢીયાળા તા. જેતપુર જિ. રાજકોટ આરોપી બાબરા પો.સ્ટે.ના ફસ્ટ-૧૧૦/૧૧ ઇ.પી.કો. કલમ-૩૮૦,૪૫૭ વિગેરે મુજબના ગુન્હાના કામે છેલ્લા આઠેક વર્ષથી નાસતો ફરતો હોય જેને મંગળવારના રોજ ગાવડકા ચોકડી પાસેથી પકડી પાડેલ અને વધુ તપાસ માટે અમરેલી તાલુકા પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.

ABOUT THE AUTHOR

...view details