ગુજરાત

gujarat

ETV Bharat / state

હની ટ્રેપને અંજામ આપતી ટોળકીને અમરેલી SOGએ ગણતરીની કલાકોમાં ઝડપી પાડી

સમગ્ર રાજ્યમા વિવિધ જિલ્લાઓમાં હનીટ્રેપને અંજામ આપતી ટોળકીને અમરેલી SOGએ ઝડપી પાડી છે. અમરેલી SOGએ બાબાપુર તરવડા ગામની વચ્ચે હનીટ્રેપમાં ફસાવી ખંડણી માટે કરાયેલા અપહરણના ગુનાનો ગણતરીના કલાકોમા જ ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી રોકડા 1,65,000, કાર અને મોબાઈલ મળીને 5,80,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ETV BHARAT
હની ટ્રેપને અંજામ આપતી ટોળકીને અમરેલી SOGએ ગણતરીની કલાકોમાં ઝડપી પાડી

By

Published : Sep 8, 2020, 1:00 AM IST

અમરેલી: તાલુકાના બાબાપુર નજીક ભોરીંગડા ગામના વિજયભાઈ પરમારને હની ટ્રેપમાં ફસાવી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને જૂનાગઢ ખાતે માર મારી 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જેથી ફરિયાદી વિજયભાઈએ દોઢેક લાખની વ્યવસ્થા કરી આપી અને ત્યારબાદ બીજા દોઢ લાખ રૂપિયા આંગડીયા મારફત મોકલી આપવાની વાત કરી હતી.

હની ટ્રેપને અંજામ આપતી ટોળકીને અમરેલી SOGએ ગણતરીની કલાકોમાં ઝડપી પાડી

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હનીટ્રેપને અંજામ આપતી આ ટોળકીએ લીલીયા તાલુકાના ભોરીંગડા ગામમાં ખાનગી નોકરી કરતા વિજયભાઈને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. આરોપીએ સૌથી પહેલા વિજભાઈને ગુડ મોર્નિંગના મેસેજ શરૂ કર્યા હતા. ત્યારબાદ આરોપીએ પોતાની ઓળખાણ આપતા પોતાનું નામ મનીષા પટેલ જણાવ્યું હતું. ત્યારબાદ વીડિયો કોલ કરીને ફરિયાદી વિજયભાઈને રૂબરૂ મળવા બોલાવ્યા હતા અને ત્યારે તેમનું અપહરણ કરી લીધું હતું. અમરેલી તાલુકાના બાબાપુર ખાતેથી વિજય ભાઈનું અપહરણ કરી જૂનાગઢ લઈ ગયા હતા. ત્યારબાદ માર મારી પૈસા પડાવ્યા હતા અને તેમને મુક્ત કરી દીધા હતા.

ફરિયાદી વિજયભાઈ અમરેલી પોલીસમાં ફરિયાદ લખાવી અને આ ફરિયાદને આધારે અમરેલી SOF ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. જેમાં ગણતરીના સમયમાં જ પાંચેય આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ પાંચે પકડાયેલા આરોપીમાં મનિષા પટે અલગ અલગ પોતાના નામથી અલગ-અલગ જિલ્લામાં લોકોને હનીટ્રેપ પ્રેમ જાળમાં ફસાવતી હતી. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે. તેમણે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન, ધારી, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં હંસાબા અને મનિષા પટેલ જેવા વિવિધ નામોથી અનેક લોકોને ફસાવ્યા હતા.

બટુક ઉર્ફે રણવીર નારાયણભાઈ મોરપુરા રહેવાથી કુબા વિસાવદર તાલુકો અને શબાના ઉર્ફે હંસાબા ઉર્ફે મનિષા પટેલ જે અમીરખાન બાબીના વાઈફ છે અને સુખનાથ ચોક જૂનાગઢના રહેવાસી છે. આ બન્ને આરોપી હનીટ્રેપના મુખ્ય સૂત્રધાર છે, ત્યારે અન્ય ત્રણ આરોપીઓને જુદા જુદા લોકોની માહિતી મેળવી તેમના મોબાઈલ નંબર શોધી અને બટુકને તથા શબાના ઉર્ફે મનિષા પટેલને પહોંચાડતા હતા. આરોપી ત્રીજો જયેશ ઉર્ફે ભોલો કિશોરભાઈ ખાવડીયા રહેવાસી બીલખા, ચોથા નંબરનો આરોપી સાજણ ગઢવી રહેવાસી ભાડેર તાલુકો ધારી અને પાંચમો આરોપી પ્રદીપ ઉર્ફે પદુ ભુપત પરમાર રેવાસી ભોરીગડા તાલુકો લીલીયા જિલ્લો અમરેલી. આ પાંચેય આરોપીઓ મળી અને અનેક લોકોને પ્રેમજાળમાં ફસાવી રૂબરૂ મળવા બોલાવી વિવિધ ક્લિપો બનાવી બ્લેકમેલ કરી અને પૈસા પડાવતા છેલ્લા ઘણા સમયથી આ પ્રેમ જાળ રેકેટ ચલાવતા હતા.

હાલ પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી અન્ય કયા-કયા પોલીસ સ્ટેશનમાં કેટલા ગુના કર્યા છે, તે તમામ માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીના રિમાન્ડની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details