ગુજરાત

gujarat

ETV Bharat / state

Amreli Rain Update : અમરેલીના વડીયા તાલુકામાં ભારે વરસાદ બાદ સુરવો ડેમ હર્યોભર્યો થયો, નીચાણવાળા વિસ્તારો એલર્ટ - નીચાણવાળા વિસ્તારો

અમરેલી જિલ્લામાં પણ વરસાદની મહેર છે. અમરેલીના વડીયા તાલુકામાં ભારે વરસાદના કારણે નદીનાળાં છલકાયાં હતાં. ખેતરોમાં પાણી ભરાયેલા પણ જોવા મળ્યાં હતાં. વડીયા તાલુકામાં ભારે વરસાદ બાદ સુરવો ડેમ 80 ટકા ભરાયો છે. તો નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયાં છે.

Amreli Rain Update : અમરેલીના વડીયા તાલુકામાં ભારે વરસાદ બાદ સુરવો ડેમ હર્યોભર્યો થયો, નીચાણવાળા વિસ્તારો એલર્ટ
Amreli Rain Update : અમરેલીના વડીયા તાલુકામાં ભારે વરસાદ બાદ સુરવો ડેમ હર્યોભર્યો થયો, નીચાણવાળા વિસ્તારો એલર્ટ

By

Published : Jun 30, 2023, 5:54 PM IST

સુરવો ડેમ 1માં 6 ફૂટ પાણીની આવક

અમરેલી : અમરેલીના વડિયામાં કાલ રાતથી જ ભારે વરસાદી માહોલ રહેતા મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં. ત્યાર જિલ્લાના વડીયા તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. આમ વરસાદ શરૂ થાય સમગ્ર વડીયા પંથકમાં વરસાદથી ઠેર ઠેર પણ ભરાયા હતાં.

અનરાધાર વરસાદ : વરસાદ શરુ થતાં લોકોમાં આશીર્વાદરૂપ સાબિત થતું હોય તેવું જણાય રહ્યું છે. વડીયા શહેર તેમજ ગ્રામ્યમાં મધ્ય રાત્રીએ અનરાધાર વરસાદ પવન સાથે મધ્ય રાત્રીએ અનરાધાર વરસાદના પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતાં. વડિયાના અર્જનસુખ,તોરી રામપુર ખડખડ ખાખરીયા સહિતના ગામોમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. ત્યારે ત્યાંની સ્થાનિક ડેમ સુરવો ડેમ 1માં 6 ફૂટ પાણીની આવક થઈ છે.

સુરવો ડેમમાં હજુ પાણીની આવક છે ચાલુ જ છે. સવાર સુધીમાં ડેમમાં પાણી બમ્પર પાણી આવક જોવા મળી હતી ત્યારે સુરવો ડેમ ભરાયો 8 કલાકની સ્થિતિમાં 15.25 ફૂટ નવા નીરની આવક 80 ટકા સુરવો ડેમ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. વડીયા ચારણીયા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે...બી. આર. ગામીત (ઇજનેર વડિયા)

સૂર્યપ્રતાપગઢમાં ચેક ડેમ છલકાયાં : વડીયાના સૂર્યપ્રતાપગઢ ગામે મૂશળધાર વરસાદથી રાત્રીના સમયે વરસ્યો હતો. વરસાદને પગલે સૂર્યપ્રતાપગઢ ગામના તમામ ચેક ડેમો છલકાયા હતાં. ગામના જમીનમાં પાણીના તળ આવશે ઉંચા અને ખેડૂતોને પાકને પણ લાભ થશે. મેઘાપીપળીયા ગામની નદીમાં મૂશળધાર વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવતા સ્થાનિકો પૂર જોવા ઉમટી પડ્યાં હતાં.

મૂશળધાર વરસાદને પગલે સર્જાયા ખેતરના ધોવાણના દ્રશ્યો : વડીયા શહેરમાં મૂશળધાર વરસાદ ખેતરોમાં ધોવાણ થયાના દ્રશ્યો સામે આવ્યા હતાં. ખેતર પાણીમાં તરબોળ અને સાઈડના પાળાના ધોવાણ થઈને પાણી નીકળી જતાં પણ દેખાયાં હતાં. ખેડૂતના ખેતરની બનાવેલ વાડને પણ કરી છિન્નભિન્ન કરી પાણી નીકળી ગયાં હતાં.

હાલ પણ વરસાદ ચાલુ : આમ છેલ્લા બે દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે ત્યાંના નીચાણવાળા વિસ્તારોના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. વડિયામાં ભારે વરસાદથી પાણીથી ખેતરો પણ તરબોળ થયા છે ત્યારે હાલ વરસાદી ઝાપટા પણ ચાલુ છે.

  1. Rain in Amreli: અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન, નદી નાળાઓ વહેતા થયા
  2. Amreli Rain: વરસાદી માહોલ જામતા અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, અનેક નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ
  3. Amreli News : અષાઢી બીજનું પાવન પર્વ એક અનોખી રીતે અહી ગામના લોકો દ્વારા દરગાહના પીરને પ્રસાદ ચડાવીને ઉજવણી કરાય છે

ABOUT THE AUTHOR

...view details