અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી લોકોમાં આનંદ અમરેલી : જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મેઘરાજાએ સારી એન્ટ્રી કરી હતી. આ વિસ્તારમાં ચોમાસાનો પ્રથમ વરસાદ સારો આવતા શહેરીજનો અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં સારો વરસાદ વરસવાથી ઠેર ઠેર બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. અમરેલીની શેત્રુંજી નદીમાં પુર આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા. અહીં છેલ્લા 4 દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે.
લોકો ફસાયા, એકનું મૃત્યુ : લાઠી તાલુકાના છભાડીયા ગામમાં ગઈકાલે મોડી સાંજે વાડીમાં જતી વખતે શારદાબેન નામની મહિલા પાણીના પ્રવાહમાં તણાય જતા તેમનું મૃત્યુ થયું છે. દામનગર-ઠસા રોડ પર નદીના પ્રવાહમાં કોઝવે પર પસાર થતા બે યુવાનો પાણીના પ્રવાહમાં તણાયા હતા. આ ઘટના ગઈકાલે મોડી રાતની હોવાનું સામે આવ્યું છે, અહીં મોડી રાતે દામનગર વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે પુર આવ્યું હતું. આ ઘટનામાં બંને સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે.
અનેક વિસ્તારમાં વરસાદ : પીપાવાવ પોર્ટ આસપાસ અને રાજુલાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસયો છે. જાફરાબાદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. બીજી તરફ ગ્રામ્ય શિયાળ બેટ, મીઠાપુર, નાગેશ્રી, દુધાળા, ભટવદર, સરોવડા, કથારીયા, જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની રૂપેણી નદીમાં ધસમસતા પ્રવાહમાં લોકોના જીવન જોખમે પસાર થઈ રહ્યા છે. તંત્રના અધિકારીઓ નહીં હોવાને કારણે લોકો અવરજવર કરી રહ્યા છે. ચૌત્રા ગામની રાયડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ મોટાભાગે નદીઓમાં પૂરની સ્થિતિ છે.
ખેડૂતોમાં ખુશીની લહેર :સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગ્રામ્ય વિસ્તાર બાઢડા, જાબાળ સહિત આસપાસના ગામડામાં સારો વરસાદ પડતાં જાબાળની સુરજવડી નદીમાં પણ પુર આવ્યું છે. તેમજ ઘારીના ગીર પંથકમાં ઘોઘમાર વરસાદ વરસતા નાગ્રઘા ગામમાંથી પ્રસાર થતી સેલ નદીમાં પુર આવ્યું હતું. જીરા ડાભાળી સહિતના ગામમો ઘોઘમાર વરસાદ વરસ્યો છે. ધારી ડભાળામાંથી પ્રસાર થતી અમૃતપુર નદીમાં પુર આવ્યું હતું. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ઘારીના જીરા, ડાભાળી, સુખપુર, ગોવિંદપુર સહિતના ગામમો ઘોઘમાર વરસાદ વરસ્યો છે.
- Amreli Rain Update : અમરેલીના વડીયા તાલુકામાં ભારે વરસાદ બાદ સુરવો ડેમ હર્યોભર્યો થયો, નીચાણવાળા વિસ્તારો એલર્ટ
- Navsari Rain : મંદિર ગામે કાર ગરનાળામાં ડૂબી, કારમાં સવાર લોકોએ બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા
- Ahmedabad News : અમદાવાદમાં એક સ્લેબ તૂટ્યો, ફાયર વિભાગે 38 લોકોનું કર્યું રેસ્ક્યુ