ગુજરાત

gujarat

ETV Bharat / state

Amreli Rain : અમરેલીમાં ભારે વરસાદથી ઉપરવાસનું પાણી આવતા ડેમો છલકાયાં, તંત્ર દ્રારા લોકોને એલર્ટ કરાયા - ભારે વરસાદ

આજે સૌરાષ્ટ્ર પર બારે મેઘ ખાંગા થયાં છે ત્યારે અમરેલી જિલ્લો પણ બાકાત નથી. અમરેલી જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. લીલીયા તાલુકાના વિસ્તારો પાણી પાણી થઇ પડ્યાં છે.

Amreli Rain : અમરેલીમાં ભારે વરસાદથી ઉપરવાસનું પાણી આવતા ડેમો છલકાયાં, તંત્ર દ્રારા લોકોને એલર્ટ કરાયા
Amreli Rain : અમરેલીમાં ભારે વરસાદથી ઉપરવાસનું પાણી આવતા ડેમો છલકાયાં, તંત્ર દ્રારા લોકોને એલર્ટ કરાયા

By

Published : Jul 22, 2023, 8:28 PM IST

વરસાદને લઇને એલર્ટ

અમરેલી : અમરેલી જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ જિલ્લાના લાઠી, બાબરા, લીલીયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અવિરત વરસાદના કારણે ખેતરો વરસાદી પાણીથી ભરાયા હતા. અમરેલી જિલ્લામાં આજે હવામાન વિભાગ ધ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવા સંજોગોમાં હજુ વધારે વરસાદ ખાબકે તો ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે.

પાણી પાણી

ઓરેન્જ એલર્ટ : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ જળાશયો મોટાભાગે ઓવરફ્લો થયા છે. આજે વધુ એક ડેમ ઓવરફ્લો થયો છે. અમરેલીના ઠેબી ડેમમાં પણ 12 દરવાજા બે બે ફૂટ ખોલવામાં આવ્યા હતાં તેમજ નીચાણના ગ્રામ્ય વિસ્તારોમા અમરેલી,ચાપાથળ,પ્રતાપપુરા, એલર્ટ કરાયા હતાં.

ખાંભાના રાયડી ડેમમાં 441 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે. જેના કારણે રાયડી ડેમનો 1 દરવાજો ખોલવાની ફરજ પડી છે. જેના કારણે નીચાણ વાળા ગામડા નાના બારમણ, મોટા બારમણ, ચોત્રા,મીઠાપુર,નાગેશ્રી સહિત ગામડાને એલર્ટ આપવામાં આવ્યું છે અને નદી કાંઠે અવરજવર નહીં કરવા માટેની સૂચના આપવામા આવી છે...જે. પી. ભંડેરી (ડીવાયએસપી અમરેલી)

પૂરની સ્થિતિ સર્જાઇ શકે : રાયડી ડેમમાં પાણીની આવક થતા બપોર બાદ રાયડી નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે. નદીમાં પાણીની આવક થવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે લાઠીના ટોડા પાસે આવેલ કોઝવે પર પાણી ફરી વળતા અમરેલી ભાવનગર હાઇવે પણ ઠપ થયો હતો.

ડેમ ઓવરફ્લો : અમરેલી જિલ્લામાં એકાદ મહિનાથી સતત અવિરત વરસાદના કારણે અમરેલી ઠેબી ડેમ,વડીયા સુરવોડેમ બગસરા મુજીયાસર ડેમ,ધારી ખોડિયાર ડેમ,રાજુલા ધાતરવડી ડેમ1,ધાતરવડી ડેમ 2,સાવરકુંડલા શેલ દેદુમલ ડેમ મોટાભાગના ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં હાલ જોવા મળી રહ્યા છે અને સતત પાણીની આવક હોવાને કારણે દરવાજા ખોલ બંધની પ્રક્રિયા સતત ચાલતી જોવા મળી રહી છે.

ખેડૂતોમાં આનંદની લાગણી :જળાશયો અને ચેકડેમો ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. ઉનાળાની ઋતુથી પાણીની મોટી સમસ્યાઓ ઉભી થતી હતી. જેના કારણે ખેડૂતોને સીધો ફાયદો થશે અને પાણીની સમસ્યા ભૂતકાળ થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ અહીંના ફાયર તેમજ તંત્ર પણ સજજ જોવા મળે છે.

  1. Junagadh Rain: જૂનાગઢ જળબંબોળ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, 3 કલાકમાં 16 ઈંચ વરસાદ
  2. Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડતા 1982ની હોનારત જેવા દ્રશ્યો સર્જાયા
  3. Daman Monsoon Accident : ડોકમરડી ખાડીમાં કાર સાથે તણાયેલ પિતા-પુત્રનો મૃતદેહ મળ્યો

ABOUT THE AUTHOR

...view details