ગીર સોમનાથ જિલ્લાના ધુસીયા ગામના રહેવાસી નગાભાઈ બારડની પુત્રી દિશાબેન વડોદરા ખાતે રહે છે. જ્યાંથી તેના મિત્ર ધાર્મીકનો ફોન આવ્યો હતો કે, દિશા વડોદરા નથી. જેથી દિશાના ભાઈએ તેનો સંપર્ક કરતાં તે અમદાવાદ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે જ રાત્રે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને તે લોકોએ દિશાને અમદાવાદમાં કોઇ જગ્યાએ પકડી રાખી છે અને તેને છોડાવવા માટે 2.5 કરોડ રૂપીયાની ખંડણીની દિશાના પપ્પા પાસે માંગણી કરી હતી.
સગી પુત્રીએ પિતા પાસેથી અઢી કરોડની ખંડણી માંગી, પોલીસે ફિલ્મી ઢબે કર્યો પર્દાફાશ
અમરેલીઃ જિલ્લામાં પિતા પાસેથી અઢી કરોડની ખંડણી માંગવાનું કારસ્તાન ઘડનાર સગી પુત્રી અને તેના પ્રેમીના ષડ્યંત્રનો અમરેલી પોલીસે ફિલ્મી ઢબે પર્દાફાશ કરી ધરપકડ કરી હતી.
જેથી દિકરીને બચાવવા માટે દિશાના પપ્પા અઢી કરોડની ખંડણી આપવા માટે તૈયાર થઈ ગયા હતાં. નગાભાઈએ આ ખંડણીની રકમ કયાં પહોંચાડવી તેમ પૂછતા ખંડણી માંગનારે અમરેલીના ધારી રોડ ઉપર આવવા જણાવ્યું હતું. જેથી દિશાના પિતાજી અને તેના સગા-સબંધીઓ અમરેલી આવ્યા હતાં. જ્યાં તેઓ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગયા અને બનાવની હકીકત જણાવી હતી.
આ બનાવની અમરેલી પોલીસ દ્વારા તપાસ કરી ખંડણી ખોરને અમરેલી-ધારી રોડ ઉપર ખંડણી લેવા બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં ખંડણીખોરોને પુછપરછમાં જાણવા મળ્યું કે, દિશા અને આકાશ બંને એકબીજાને પ્રેમ કરતા હોવાથી લવ મેરેજ કરી લીધા છે. જેથી દિશાના કહેવાથી તેના પિતાજી પાસેથી પૈસા પડાવવા માટે આ કાવતરૂ રચ્યું હતું અને તેની પુત્રી દિશા પણ અમરેલીમાં જ છે તેમ જણાવ્યું હતું.