ગુજરાત

gujarat

ETV Bharat / state

પત્તા પ્રેમીઓને જેલ હવાલે કરતી અમરેલી LCB - lcb

અમરેલીઃ ધારી તાલુકાનાં સરસીયા ગામની સીમમાં જુગાર રમતા નવ ઇસમોને રૂ.1,78,190/- ના મુદ્દામાલ સાથે અમરેલી LCB એ પકડી પાડ્યા હતા. તેમજ આ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

dhari

By

Published : Jun 26, 2019, 6:41 AM IST

તા.24-25/06/2019ના શરૂ રાત્રીનાં અમરેલી LCBના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા તથા LCB ટીમને જુગાર અંગે ચોક્કસ બાતમી મળેલ કે સરસીયા ગામની સીમમાં રાકેશ કેશુભાઇ ચાવડા રહે.સરસીયા વાળાની વાડી પાસે જાહેરમાં અમુક ઇસમો જુગાર રમતા હોય અને આ માહિતીના આધારે, રેડ કરતા 9 ઇસમો રોકડા રૂ.56,190/- તથા મોબાઇલ નંગ 8, કિ.રૂ.22,000/- તથા મોટર સાઇકલ નંગ-5, કિં.રૂ.1,00,000/- તથા જુગાર સાહિત્‍ય મળી કુલ રૂ.1,78,190/- ના મુદ્દામાલ સાથે પકડાયા હતા.

જુગાર રમતાં રેડ દરમિયાન પકડાયેલ ઇસમોઃ-

(૧) મહેશભાઇ વાળા, ઉ.વ.48, રહે.સરસીયા તા.ધારી

(૨) દિનેશ જોષી, ઉ.વ.32 રહે.ફાચરીયા તા.ધારી

(૩) રાકેશ ચાવડા, ઉ.વ.32 રહે.સરસીયા તા.ધારી

(૪) અશ્વિન બેડીયા, ઉ.વ.47,રહે.ગોવિંદપુર તા.ધારી

(૫) હરિભાઇ દાફડા, ઉ.વ.55 રહે.ગોવિંદપુર તા.ધારી

(૬) ચતુરભાઇ ધામેલીયા, ઉ.વ.45, રહે.ગોવિંદપુર તા.ધારી

(૭) અશ્વિન સતાસીયા, ઉ.વ.45, રહે.ગોવિંદપુર તા.ધારી

(૮) દાનાભાઇ ખાંભલા, ઉ.વ.42, રહે.સરસીયા તા.ધારી

(૯) જીતેન્‍દ્ર સોલંકી, ઉ.વ.25 રહે.સરસીયા તા.ધારી.

તમામ આરોપીઓ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને ધારી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

ABOUT THE AUTHOR

...view details