અમરેલી : ગીર પૂર્વના અમરેલીથી લઈને ગારીયાધાર સુધીના વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે આ વિસ્તારની સૌથી મોટી શેત્રુંજી નદીમાં ભારે પૂરની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે આ પૂરમાં ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એક સિંહણ અને બે બચ્ચાં વરસાદી પુરમાં તણાતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને સિંહ પ્રેમીઓમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે. ગારીયાધાર વન વિભાગ દ્વારા હજુ સુધી સિહોના પાણીમાં તણાવાને લઈને કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આપવામાં આવ્યો નથી.
Amreli News : શેત્રુંજી નદીમાં સિંહણ બે બચ્ચા સાથે તણાઇ, વીડિયો વાયરલ થતા વન વિભાગે હાથ ધરી તપાસ - સિંહણ બે બચ્ચા સાથે તણાઇ ગયાનો વિડિયો વાયરલ
ગીર પૂર્વના શેત્રુંજી નદી વિસ્તારમાં એક સિંહણ બે બચ્ચા સાથે વરસાદી પૂરમાં તણાઈ હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઘટના અમરેલીથી ગારીયાધાર સુધીના શેત્રુંજી નદીના વિસ્તારમાં બની છે. સદનસીબે સિંહણ અને એક સિંહબાળ સુરક્ષિત બહાર આવી ગયા છે પરંતુ એક લાપતા છે.
ઠાસા અને રાણીગામ બોર્ડર વચ્ચે બની ઘટના : ગીર પૂર્વના શેત્રુંજી નદી કિનારાના ગામો ઠાસા અને રાણીગામ બોર્ડર નજીક એક સિંહણ બે બચ્ચા સાથે ગઈકાલે તણાઈ હોવાની વિડિયો વાયરલ થયો છે આ વિસ્તારમાં અંદાજિત 6 કરતાં વધુ સિંહનું એક ગ્રુપ અસ્તિત્વ ધરાવે છે. જેની સમગ્ર વિગતો પણ વન વિભાગ પાસે છે. તેમ છતાં ગીર પૂર્વમાં સિંહણ અને બે બચ્ચા તણાયા હોવાની વિગતો આજે પણ વન વિભાગ પાસે નથી. 24 કલાક બાદ પણ પૂરમાં તણાયેલા સિંહણના બચ્ચાનો કોઈ અતોપતો જોવા મળતો નથી.
2015માં પણ તણાયા હતાં સિંહો : વર્ષ 2015માં પણ અમરેલી જિલ્લાના શેત્રુંજી નદીમાં અત્યાર સુધીનું સૌથી ભયાનક વરસાદી પૂર આવ્યું હતું. જેને કારણે પણ 13 કરતાં વધુ સિંહો વરસાદી પાણીમાં તણાઈ ગયેલા જોવા મળ્યા હતાં. જે પૈકીના કેટલાક સિંહનો આજે પણ મૃતદેહ પ્રાપ્ત થયો નથીં આવી પરિસ્થિતિમાં વધુ એક વખત સિંહો શેત્રુંજી નદીમાં તણાઈ જવાને લઈને ખૂબ જ ચિંતા ઉપજાવી રહ્યા છેં. વન વિભાગના કેટલાક અધિકારીઓ સિંહો પૂરના પાણીમાં તણાયા છેં તે તમામનું લોકેશન અમારી પાસે છે અને સિંહો સુરક્ષિત છે તેઓ દાવો કરી રહ્યા છેં પરંતુ જે રીતે સિંહ પૂરના પાણીમાં તણાતા જોવા મળી રહ્યા છે તેને લઈને સિંહ પ્રેમીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
TAGGED:
Amreli News