અમરેલી : અમરેલી જિલ્લામાં સિંહોની સાથે દીપડાની સંખ્યા પણ વધી રહી છે. અમરેલીના રહેણાંક વિસ્તારોમાં પણ હવે દીપડા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. દીપડાનું આ રીતે આવી ચડવું ઘણાં લોકો માટે જોખમી બની શકે છે. ધારીના આંબરડી સફારી પાર્કમાંની ફેન્સિંગ અને કાંટાળા તારની આડશ રાખવામાં આવી છે. આ પ્રકારની ફેન્સિંગને પણ કૂદી જઇને આ દીપડો રોડ ઉપરથી આવી રોડ ક્રોસ કરી છલાંગ મારી આંબરડી સફારી પાર્કમાં જતો રહ્યો હતો.દીપડાની આવી છલાંગના દ્રશ્યો ત્યાંથી પસાર થઇ રહેલા સ્થાનિક વાહનચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતાં. ફેન્સિંગ કૂદીને અંદર કૂદતાં દીપડાના મોબાઈલ ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થયા છે.
સિંહો સાથે દીપડાની સંખ્યા પણ વધી છે : રેવન્યુ વિસ્તારમાં સિંહોની સાથે દીપડાની સંખ્યા પણ વધી રહી છે. અમરેલીમાં અનેક વખત હુમલાના બનાવ ઘણીવાર બનતા સામે આવે છે. ત્યારે આજે બે દીપડાના મોત થયા છે. રાજુલા તાલુકામાં દીપડા દ્વારા હુમલો કરવામાં આવેલ તેમજ આસપાસના વિસ્તારના માલધારી પરિવારને દૂર ખસેડવા માટે સમજાવટનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં સિંહોનો વસવાટ હોવાને કારણે હાલ વનવિભાગમાં પણ દોડધામ મચી ગઇ છે.જેના કારણે વનવિભાગ પણ ચિંતામાં મુકાયું છે. ધારી રેન્જમાં દીપડાઓ ઘૂસી જતાં સ્થાનિકોમાં પણ દીપડાઓની લટારને પગલે ડરનો માહોલ ફેલાઈ રહ્યો છે. ત્યારે રાત્રીના સમયમાં લોકોએ પોતાના ખેતરોમાં પણ જઈ ખેતી કામ કરવું મુશ્કેલ બન્યું છે.
આ પણ વાંચો Search Operation: દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દીપડો દેખાયો, પૂરાવા મળતા વનવિભાગે શરૂ કરી કાર્યવાહી