અમરેલી: ગીર વિસ્તારમાં સિંહની સાથે દીપડાની પણ દહેશત જોવા મળે છે. અવાર નવાર માનવ વિસ્તારમાં દીપડાઓ અને સિંહ આવી પહોંચે છે. જેના કારણે ગામ વિસ્તાર હવે જંગલ વિસ્તાર લાગે છે. સાંજે 7 થતાની સાથે લોકોને ઘરમાં જતી રહેવાની નોબત આવે છે. માનવભક્ષી દિપડાના કારણે લોકો સતત હેરાન થઇ રહ્યા છે. આમ છતા તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે. જિલ્લામાં ઘણા એવા ગ્રામ્ય વિસ્તાર છે જે જંગલથી નજીક આવેલા છે. જ્યાં વારંવાર કોઈ જંગલી પશુ આવી ચડે છે. ક્યારેક ગાયનું મારણ કરી જાય છે તો ક્યારે માણસનો શિકાર છે. આ વખતે ખેતરમાં કામ કરી રહેલી એક બાળકી પર દીપડાએ હુમલો કરી દીધો હતો. જેમાં તેને ખૂબ લોહી નીકળતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી. આ બાળકીનો જીવ તો બચી ગયો હતો પણ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ચૂકી હતી.
બાળકી પર હુમલો:અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓને ઘટના ઓ ઘણીવાર પોતાનો વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારોમાં શિકાર માટે આવતા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં હોય છે. ત્યારે શિકારી પ્રાણીઓ ઘણીવાર માનવ ભક્ષી પણ બનતા હોય છે. આમ ગીર કાંઠાના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનો ત્રાસ હોવાથી ત્યાંના લોકો ભયનો માહોલ જોવા મળે છે. રાજુલામાં વારંવાર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા દીપડાના ફરી એકવાર હુમલો કરાયો હતો. રાજુલામાં શહેરમાં 12 વર્ષની બાળકી પર હુમલો કરી લોહી લુહાણ કરી હતી. જેમાં ભેરાઇ ગામમાં ખુખાર દીપડા દ્વારા હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાજુલાના આજુબાજુના ગામોમાં વન્ય પ્રાણીઓ ઘૂસી જતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.