અમરેલીઃ સમગ્ર રાજ્યમાં અમરેલી એક જ જિલ્લો માત્ર એવો છે, જેમાં છેલ્લા 40 દિવસોમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેના કારણે ગ્રીન ઝોનમાં આવવાથી લોકોને થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ સુરત અને અમદાવાદથી લોકોના પરત આવવાના નિર્ણયને કારણે અમરેલીની જનતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
‘વતન વાપસી’ના કારણે અમરેલીની સ્થિતિ બગાડશેં? - રેડ ઝૉનમાંથી આવતા લોકો
અમરેલી જિલ્લો હાલ ગ્રીન ઝોનમાં છે, અમરેલીમાં એક પણ કોરોનનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેવા સમયમાં રેડ ઝૉનમાંથી આવતા લોકોના કારણે અમરેલીમાં પણ સંક્રમણનો ભય વધી શકે છે.
"વતન વાપસી"ના કારણે અમરેલીની સ્થિતિ બગાડશેં?
લોકોનું કહેવું છે કે, સુરત અને અમદાવાદથી આવતા લોકો રેડ ઝોનમાં આવતા હોવાના કારણે અમરેલી જિલ્લામાં પણ સંક્રમણનો ખતરો વધશે. વતન વાપસીનો નિર્ણય અમરેલી જિલ્લા માટે ઘાતક બનશે કે કેમ? તેતો આવનારો સમય જ બતાવશે.