ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં 'જાત મહેનત જીંદાબાદ' ને સાર્થક કરી પાણી સંગ્રહ કરતું અનોખુ ગામ

અમરેલીઃ સરકાર દ્વારા પાણીના તળ ઊંડા કરવા 50-50ની યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ અમરેલી જિલ્લાના ઓલીયા ગામના સરપંચે સરકારની યોજનાનુ કામ ધીમીગતિએ અમલવારી શરૂ થાય તે પહેલા પાણી સંગ્રહ કરવાનો નવતર પહેલ કરી દીધો છે. આ ગામમાં 'જાત મહેનત જીંદાબાદ' ના સૂત્રને સાર્થક કરીને લોકફાળાથી તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરી છે.

'જાત મહેનત જીંદાબાદ'

By

Published : May 16, 2019, 4:49 AM IST

ગત્ વર્ષે ઓછા વરસાદથી ખેડૂતોની દશાને દિશા કફોડી બની હતી. આથી ઓલિયાના સરપંચ અને સુરતના સખીદાતાના સહયોગથી ગામના પાદરમાં એક ઊંડું તળાવ બનવવાવની કામગીરીનો આરંભ થયો છે. ઓલિયા ગામ સાથે આજુબાજુના 10 ગામોના પાણીના તળ સારા કરવા સરપંચની નવતર પહેલ રંગ લાવી છે. હાલ JCBથી તળાવ ઊંડું થઈ રહ્યું છે અને તેમાંથી નીકળતી માટી ખેડૂતો પોતાના ખેતર વાડીમાં ટ્રેકટર દ્વારા મફતમાં લઈ જાય છે. પાણીના તળ હાલ 700 થી 800 ફૂટ ઊંડા ગયા છે, જો તળાવ ઊંડું થાય તો પાણીના તળ મજબૂત બને તેવા સહિયારા પુરુષાર્થથી ખેડુતો કામે વળગ્યા છે.

'જાત મહેનત જીંદાબાદ'

ઓલિયા ગામમાં પીવાના પાણીના તળ ઊંડા ગયા છે અને ખેતીની વાત તો થાય જ નહી ખેડૂતો માટે વધુ મુશ્કેલી છે. વાડી ખેતરમાં પાણી નથી અને પાણી ન હોવાથી ચોમાસામાં ચાર મહિનાની ખેતી ખેડૂતો કરી રહ્યા છે. તેથી 'જાત મહેનત જીંદાબાદ' ના સૂત્રને ઓલિયાના સરપંચે સાર્થક કરીને સુરત અમદાવાદ વસતા સખીદાતાના સહયોગથી તળાવ 50 ફૂટ ઊંડું કરી નાખ્યું છે. હજુ પણ બીજું તળાવ ઊંડું કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ખેડૂતોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય અને સરકારના સહયોગ વિના પાણી સંગ્રહની નવતર પહેલ સરપંચ નરેશ દેવાણીએ કરી છે.

ABOUT THE AUTHOR

...view details