અમરેલી-અમરેલીના બગસરાના કોથમી અને મેથીની ખેતી કરતાં ખેડૂતો રોષમાં (Amreli Farmers Grudge ) છે. આ અંગે વાત કરીએ તો કોથમીરનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે થાય છે પરંતુ અહીં ખેડૂતનો જ સ્વાદ બગડી ગયો છે. કારણ કે બજારમાં કોથમીર ખૂબ મોંઘી વેચાઇ રહી હતી. ઘણી વખત તેનો ભાવ ત્રણસોથી ચારસો રૂપિયા પ્રતિ કિલો હોય છે. સામાન્ય રીતે ધાણાં વાવ્યાં બાદ તેના પાંદડા દેખાવામાં લગભગ એકથી દોઢ મહિનાનો (Crops of coriander and fenugreek)સમય લાગે છે.
ખેડૂતો ધાણાને મેથી વાવીને પછતાણા - આ વિશેે ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેને મેથી અને ધાણા વાવવામાં સખત મહેનત લાગે છે. મોંઘા ભાવના બિયારણો ખાતર વાપરીયા એક દોઢ મહિને ધાણા અને મેથી તૈયાર થાય છે . આવી 42 43 ડિગ્રીમાં ધાણાના પાકને પૂરતા પ્રમાણમાં પાણી (Crops of coriander and fenugreek)આપવું પડે છે, નહીં તો પાક બળી જાય છે, ત્યારબાદ તેને વેચવા જવા માટે તૈયાર થાય છે.
આ પણ વાંચોઃ Wheat Prices Rise In Gujarat: યુક્રેન-રશિયાના યુદ્ધની અસર ઘઉં પર, જાણો કેટલો વધ્યો ભાવ