ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં 5 લાખથી વધુ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર - amreli

અમરેલી : ચોમાસાના પ્રારંભે થયેલા વાવેતરમાં અમરેલી જીલ્લામાં કપાસના 4 લાખના વાવેતર સામે મગફળીનું વાવેતર પણ 1 લાખ હેકટરમાં ખેડૂતોએ કર્યું છે. ત્યારે કપાસના વાવેતરમાં ગત વર્ષ કરતા આ વર્ષે 2 હજાર હેકટરમાં કપાસનું વાવેતર ઓછું થયુ છે.

અમરેલીમાં 5 લાખથી વધુ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

By

Published : Jul 12, 2019, 1:34 AM IST


ચોમાસાના પ્રારંભે ભીમ અગ્યારશે અમરેલી જિલ્લામાં વાવણીના શ્રી ગણેશ જગતના તાતે કર્યા હતા. આ વર્ષ અમરેલી જિલ્લાના 11 તાલુકા મથકો પર કપાસનું વાવેતર 4 લાખ 2 હજાર હેકટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે 4 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયુ હતું. આ વખતે મગફળીનું વાવેતર 1 લાખ 11 હજાર હેકટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે મગફળીનું વાવેતર 1 લાખ 7 હજાર 200 હેકટરમાં વાવેતર થયું હતું. અમરેલી જિલ્લાના ખેડૂતોએ ગત વર્ષ કરતા કપાસના વાવેતરમાં 2 હજાર હેકટરનું ઓછું વાવેતર તો મગફળીના વાવેતરમાં 3 હજાર હેકટરની વધારો કરીને મગફળી પાક પર ખેડૂતો વધુ વિશ્વાસ રાખી રહ્યા છે.

અગિયારશે થયેલા વાવણીને કારણે 40 વિઘાના ખેતરમાં 10 વિઘામાં કપાસનું વાવેતર તો મગફળીનું 40 વિઘામાં વાવેતર કરીને મગફળીના પાક પર ખેડૂતો વધુ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

અમરેલીમાં 5 લાખથી વધુ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

અમરેલી જિલ્લાના ખેડૂતોએ કરેલા આ વર્ષના વાવેતરના આંકડા આ મુજબ છે.

  • અમરેલી કપાસનું વાવેતર 64391 હેકટર મગફળી વાવેતર 1201 હેકટર
  • લાઠી કપાસનું વાવેતર 48100 હેકટર , મગફળીનું વાવેતર 1085 હેકટર
  • બાબરા કપાસનું વાવેતર 42327 હેકટર, મગફળીનું વાવેતર 14889 હેકટર
  • કુંકાવાવ કપાસનું વાવેતર 34553 હેકટર , મગફળીનું વાવેતર 11025 હેકટર
  • બગસરા કપાસનું વાવેતર 25285 હેકટર , મગફળીનું વાવેતર 2646 હેકટર
  • ધારી કપાસનું વાવેતર 31349 હેકટર , મગફળીનું વાવેતર 32979 હેકટર
  • ખાંભા કપાસનું વાવેતર 20570 હેકટર , મગફળીનું વાવેતર 14831 હેકટર
  • સાવરકુંડલા કપાસનું વાવેતર 63698 હેકટર , મગફળીનું વાવેતર 17107 હેકટર
  • રાજુલા કપાસનું વાવેતર 27235 હેકટર, મગફળીનું વાવેતર 10958 હેકટર
  • જાફરાબાદ કપાસનું વાવેતર 14112 હેકટર, મગફળીનું વાવેતર 4650 હેકટર
  • લીલીયા કપાસનું વાવેતર 28990 મગફળીનું વાવેતર માત્ર 34 હેકટર

અન્ય પાકોનું મગ 1983 હેકટર, અડદ 1294 હેકટર, શાકભાજી 4582 હેકટર , ઘાસચારો 21794 હેકટરમાં અમરેલી જિલ્લાના ખેડૂતોએ વાવેતર કર્યું છે, કુલ 5 લાખ 49 હજાર 832 હેકટરમાં વાવેતર કરવામાં અવ્યુ છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી કે.કે.પટેલે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details