અમરેલી :જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાઓ અનુભવાય છે. સાવરકુંડલાના મીતીયાળા ગામની આસપાસના લોકો ભૂકંપના આંચકા આવવાથી ભયના માહોલમાં જોવા મળી રહ્યા છે, શુક્રવારે રાત્રે 24 કલાક દરમિયાન ભૂકંપના 4 આંચકા અનુભવાયા હતા. ગઈકાલે સવારે 9:06 મિનિટ 3.1નો આંચકો, ગત રાત્રીના 11:35 મિનિટ 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, રાત્રીના 12:14 મિનિટ ફરી 1.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો ખાંભાના ભાડ, વાંકીયા, મિતિયાળા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા તેમજ સવારે 11:50 વાગ્યે 3.1નો ભૂકંપ ફરી આવતા સિસ્મોલોજી ગાંધીનગરથી પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યારે સતત દિવસે દિવસે ભૂકંપ ચાલુ રહેતા લોકોમાં ભયભીત થયા છે.
લોકોને સાવચેતીનો ભાગ : સતત આંચકા આવતા લોકોને સાવચેતીના ભાગરૂપે માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. જેમાં પોતાના બચાવા માટે લોકોએ મજબૂત ઘરોમાં વસવાટ કરવો જોઈ, જીવન જરૂરિયાત વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ. ખાવા પીવા માટેના પૂરતો સામાનની સગવડ કરવી જોઈએ. તેમજ જરૂરી વસ્તુઓ પણ સાથે રાખવી જોઈએ.
ભૂકંપ અનુભવતા આટલી વસ્તુ કરો : ભૂકંપથી ગભરાવવું ન જોઈએ જે સમયે આંચકો અનુભવાયો, ત્યારે ખુલ્લી જગ્યાએ પહોંચી જવું, બિસ્માર હાલતમાં મકાનો વીજ પોલથી દૂર રહેવું જોઇએ. જોખમી ઇમારતોથી દૂર રહેવું જોઈએ. વિધાર્થીઓએ પણ જો શાળાની ઇમારત જોખમી હોય તો સલામત સ્થળમાં અભ્યાસ કરાવવો જોઈએ. સમાચાર મળતા રેડિયો ટીવી પર આવતા સૂચનો સાંભળી લોકોને તેના પ્રત્યે જાગૃત કરવા ખોટા ભ્રમ વહેમમાં ના આવવું જોઈએ. પોતાના આસપાસના લોકો ભૂકંપના આંચકાઓ અનુભવાય, ત્યારે સલામત સ્થળ પર પહોંચવા દોરવા જોઈએ ના કે ભય ઉભો થાય તેવી વાતાવરણ ઉભું ન થાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ.