ગુજરાત

gujarat

ETV Bharat / state

Amreli Crime : છકડામાં ગેરકાયદે 1 ટન લીમડાના લાકડા સાથે 3 આરોપીની અટકાયત કરાઇ, રાજુલા વન વિભાગનો સપાટો

છકડો આમ તો પેસેન્જરોથી ભરેલું નાની નાની જગ્યાઓએ દોડાદોડ કરતું વાહન છે. પણ આ છકડો 1 ટન લીમડાના લાકડા ગેરકાયદે લઇ જતો હતો. રાજુલા વનવિભાગની નજરે આ હરકત ચડી જતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Amreli Crime : છકડામાં ગેરકાયદે 1 ટન લીમડાના લાકડા સાથે 3 આરોપીની અટકાયત કરાઇ, રાજુલા વન વિભાગનો સપાટો
Amreli Crime : છકડામાં ગેરકાયદે 1 ટન લીમડાના લાકડા સાથે 3 આરોપીની અટકાયત કરાઇ, રાજુલા વન વિભાગનો સપાટો

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 9:09 PM IST

કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

અમરેલી : અમરેલીમાં લાકડાનો ગેરકાયદ0ે વેપલો કરતાં લોકોમાં ફફડાટ થાયા એવા આ સમાચાર સામે આવ્યાં છે. અમરેલી જિલ્લામાં વનખાતા દ્વારા ગેરકાયદેે લાકડાની હેરફેર સામે રાજુલા વન વિભાગની કાર્યવાહી સામે આવી છે. રાજુલા વનવિભાગ દ્વારા મંજૂરી વગર લાકડાની હેરાફેરી કરતા લોકો સામે લાલ આંખ કરી લાકડાની ચોરી કરી બારોબાર વહેંચનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરએફઓની ટીમે પકડ્યાં : અમરેલી સામાજિક વનીકરણ ડિવિઝનના ઇન્ચાર્જ IFS સાદીક મુંજાવર દ્વારા સૂચના આપતા રાજુલા સામાજિક વનીકરણ આરએફઓની ટીમ સક્રિયતા દાખવી હતી. જેમાં છકડામાં ગેરકાયદે લાકડાની હેરાફેરી કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજુલા તાલુકાના વાવેરા રાઉન્ડમાં પેટ્રોલિંગ દરમિયાન ધારેશ્વર ગામ નજીકથી પાસ પરમીટ વગર લીમડાના લાકડા ભરેલી છકડો રીક્ષાને ઝડપી પાડી હતી.

રીક્ષા સાથે 3 વ્યક્તિની અટકાયત કરતા કોઈ પ્રકારની પાસ પરમીટ ન મળી એટલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારમાં જાગૃતતા માટે રેવન્યુ ગ્રામ્ય વિસ્તારમાં લાકડાનું કટિંગ કરવું હોય તો નોડલ ઓફિસર તરીકે મામલતદારની નિમણૂક કરી છે. વનવિભાગના કોઈ વિસ્તારમાંથી લાકડા હટાવવા હોય તો વનવિભાગની મંજૂરી લેવાની હોય છે. વનવિભાગ આ વિસ્તારમાં લાકડાની ચોરી અટકાવવા કટિબદ્ધ છે...એસ.એમ.મકરાણી (આરએફઓ, રાજુલા સામાજિક વનીકરણ રેન્જ )

ભારતીય વન અધિનિયમ મુજબ ગુનો દાખલ :આરોપી સવજીભાઈ માધાભાઈ વિજુડા, નરેશભાઈ ભીખાભાઇ ચૌહાણ, મનીષભાઈ ભીખાભાઇ ચૌહાણને રીક્ષા સાથે અટકાયત કરી ભારતીય વન અધિનિયમ મુજબ ગુનો નોંધી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેને પગલે લાકડાની ચોરી કરી ગેરકાયદે રીતે હેરાફેરી કરી બારોબાર વેચનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

  1. Amreli News: અમરેલી પંથકમાં વરસાદી માહોલ, પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
  2. Illegal Lion Sighting : રિઝર્વ ફોરેસ્ટમાં લાયન શો કરતા "લિયો સવાના" હોટલના બે શખ્સ ઝડપાયા
  3. Amreli Lion News: ધારી સરસિયા રેન્જમાં સિંહ દર્શન કરાવવા ભારે પડ્યા, ત્રણ શખ્સો ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details