ગુજરાત

gujarat

ETV Bharat / state

વોટિંગના દિવસે પણ વિરોધ, સાઇકલ પર બાટલો લઇ ધાનાણી આવ્યા મત દેવા - Paresh Dhanani

આજે પહેલા તબક્કાનું (Gujarat Assembly Election 2022 ) મતદાન છે. ત્યારે અમરેલીના (Amreli assembly seat) પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani) અનોખી રીતે મતદાન કરવા પહોંચ્યા હતા. સાઇકલ પર તેલનો ડબ્બો લઇને પરિવારની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. પરેશ ધાનાણી પોતાના અનોખા વિરોધના કારણે હમેંશા ચર્ચામાં રહ્યા છે. ફરી વાર તેઓ મતદાનના દિવસે ફરી તેઓ અનોખા વિરોધ સાથે મતદાન કરતા નજરે પડ્યા હતા.

વોટિંગના દિવસે પણ વિરોધ, સાઇકલ પર બાટલો લઇ ધાનાણી આવ્યા મત દેવા
વોટિંગના દિવસે પણ વિરોધ, સાઇકલ પર બાટલો લઇ ધાનાણી આવ્યા મત દેવા

By

Published : Dec 1, 2022, 12:05 PM IST

અમરેલીગુજરાત વિધાનસભાના(Gujarat Assembly Election 2022 ) પૂર્વ વિપક્ષના નેતાપરેશ ધાનાણીએ (Amreli assembly seat) આજે અમરેલીમાં ગજેરાપરામાં આવેલ શ્રીમતી મંગળાબેન બાલમંદિર ખાતે તેમના પરિવાર સાથે સાયકલ પર જઈને મતદાન કર્યુ છે. ધાનાણીએ સવારે પૂજા અર્ચન કરીને માતાના આશીર્વાદલીધા ત્યાર બાદ તેઓ પરિવાર સાથે સાયકલની પાછળ ગેસનો બાટલો, તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા હતા.એક બાજૂ મતદાન કરવા જઇ રહ્યા હતા તો બીજી બાજુ અનોખો વિરોધ કરી રહ્યા હતા. પરેશ ધાનાણી પોતાના અનોખા વિરોધના કારણે હમેંશા ચર્ચામાં રહ્યા છે. ફરી વાર તેઓ મતદાનના દિવસે ફરી તેઓ અનોખા વિરોધ સાથે મતદાન કરતા નજરે પડ્યા હતા.

વોટિંગના દિવસે પણ વિરોધ, સાઇકલ પર બાટલો લઇ ધાનાણી આવ્યા મત દેવા

સાઇકલ પર તેલનો ડબ્બો આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) પરેશ ધાનાણીની મોટી દીકરી સંસ્કૃતિ પહેલીવાર મતદાન કરી રહી છે. તે પણ સાઇકલ પર તેલનો ડબ્બો લઇને પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કરવા પહોંચી હતી. આ સાથે તેમના માતા, પત્ની, અન્ય દીકરી અને તેમના ભાઇ શરદભાઈ અને તેના પત્ની પણ મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 27 વર્ષથી સતત ભાજપના રાજમાં ગુજરાત બેહાલ થઈ ગયું છે. રાજ્યમાં આજે ગરીબના ઘરે બે ટાઈમ ચૂલો સળગાવવાની સમસ્યા છે. મોદી સાહેબની મહેરબાનીથી રાજ્યમાં આજે ગેસ નો બાટલો રૂપિયા 1120 નો થયો છે. પેટ્રોલ ડીઝલ પણ રૂપિયા 100 ને પાર થયું છે.

સમજી વિચારીને મતદાનતેલનો ડબ્બો રુપિયા 3000 ને પાર પહોંચી ગયો છે. ગરીબોને ઘરે વઘાર કેમ કરવો એની ચિંતા સતાવી રહી છે. ત્યારે રાજ્યમાં મંદી, મોંઘવારીમાંથી ગુજરાતની જનતાએ મુક્ત થવા, અત્યાચાર અને ભ્રષ્ટાચારના શાસનમાંથી લોકોએ મુક્તિ મેળવવા આજે ખુબજ સમજી વિચારીને મતદાન કરવાનું છે. ત્યારે અમારો પરિવાર વહેલો સમજી ગયો છે. વહેલા ઊઠીને મતદાન કર્યું છે. ત્યારે અમારો મત મંદી, મોંઘવારી, બેરોજગારી, નફાખોરી અને કાળાબજારીને હરાવવા, પોતાનું સ્વાભિમાન બચાવવા તેમજ અત્યાચાર અને ભ્રષ્ટાચારના શાસનમાંથી મુક્તિ માટે આપ્યો છે. ત્યારે રાજ્યના મતદારોને વિનંતી કરતા કહ્યું હતું કે આપ પણ આપનાં સ્વાભિમાનને બચાવવા માટે, શાસકોના અહંકારને ઓગાળવા મતદાન કરજો.

ABOUT THE AUTHOR

...view details