ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં રોડ-રસ્તાઓ પર જામ્યું ગંદકીનું સામ્રાજ્ય

અમરેલીઃ શહેરમાં નવી જિલ્લા પંચાયતની સામે બનેલા રોડ રસ્તાઓ પર ગંદકીના થર જામ્યા છે. હાલમાં જ બનાવેલ નબળો ડામર રોડ વરસાદની નજીવી શરૂઆત થતાં જ તૂટવા લાગ્યા છે. અમરેલીના નાગરિકો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં આ પ્રશ્નનો નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો નથી. તેથી સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર અટકાવવા જરૂરી બન્યા છે.

અમરેલીમાં રોડ-રસ્તાઓ પર જામ્યા ગંદકીના થર

By

Published : Jun 21, 2019, 3:49 AM IST

શહેરના રોડ પર ગંદકીના થર જામ્યા છે, રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. રોડ રસ્તાઓ તૂટ્યા હોવાથી ધૂળની ડમરી ઉડે છે. જેના કારણે રોગચાળો ફેલાયા છે. તંત્રને વારંવાર રજુઆત કર્યા બાદ પણ આ નિર્મર તંત્રએ પ્રજા માટે કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી. જેથી ગંદકીના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે.

અમરેલીમાં રોડ-રસ્તાઓ પર જામ્યા ગંદકીના થર

ABOUT THE AUTHOR

...view details