ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારી: કોંગ્રેસ MLA દુધાતનો આક્ષેપ, કહ્યું- પૂર્વ ધારાસભ્ય રૂપિયા 16 કરોડમાં વેંચાયા

અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં 16 કરોડનો મુદ્દો ફરી ગરમાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધતે ભાજપના ઉમેદવાર પર ફરીવાર આક્ષેપ કરતાં રાજકારણ ગરમાયું છે.

કાકડિયા અને દુધાત
કાકડિયા અને દુધાત

By

Published : Oct 21, 2020, 9:02 PM IST

  • ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
  • કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનો આક્ષેપ
  • ચૂંટણીના પ્રચારમાં 16 કરોડનો મુદ્દો ફરી ગરમાયો

ધારી/અમરેલી: અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં 16 કરોડનો મુદ્દો ફરી ગરમાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપના ઉમેદવાર પર ફરીવાર આક્ષેપ કરતાં રાજકારણ ગરમાયું છે.

કોંગ્રેસ MLA દુધાતનો આક્ષેપ, કહ્યું- પૂર્વ ધારાસભ્ય રૂપિયા 16 કરોડમાં વેંચાયા

પ્રતાપ દુધાતે સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં 16 કરોડનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ પણ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત આક્ષેપ કરી ચૂક્યા છે. આજે ફરી એકવાર પ્રતાપ દુધાતે સોશિયલ મીડિયામાં રૂપિયા 16 કરોડની નોટ પોસ્ટ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને ભાજપે ટિકિટ આપેલા ઉમેદવાર જે.વી. કાકડિયા પર પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસ MLA દુધાતનો આક્ષેપ, કહ્યું- પૂર્વ ધારાસભ્ય રૂપિયા 16 કરોડમાં વેંચાયા

જે.વી. કાકડિયાએ આપી હતી માનહાનિની નોટિસ

કોંગ્રેસના ધારાસભ્યએ જે.વી કાકડિયા પર આક્રોશ વ્યક્ત કરતાં 'બેન્ક ઓફ ધારી' લખેલી 16 કરોડની ખોટી ચલણી નોટ પોસ્ટ કરી હતી. જોકે, ભાજપના ઉમેદવાર જે.વી કાકડિયા આ પ્રકારના આક્ષેપ સામે અગાઉ માનહાનિની નોટિસ આપી ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details